જમ્મુ-કાશ્મીર સવારથી જ આતંકી અને સેના વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે અને સેના દ્વારા અવંતિપુરમાં લશ્કરનો ખુંખાર આતંકી ફારૂક લોન ખતમ થઇ ગયો છે તે સાથે સાથે અન્ય એક આતંકી પણ ઠાર મરાયો હોવાની સેના દ્રારા પુષ્ટી કરવામાં આવી છે. અવંતિપુરમાં સુરક્ષા દળો દ્રારા ઠાર મારવામાં આવેલો આતંકી, આતંકી સંગઠન જૈશ ઈ મોહમ્મદ સાથે સંકળાયેલ હતો.
#UPDATE Jammu and Kashmir: Another terrorist has been gunned down in an encounter with security forces in Awantipur, he was affiliated with terror outfit Jaish e Mohammad. https://t.co/Nolgpy5rE6
— ANI (@ANI) October 8, 2019
મંગળવારે બપોરનાં સમયે સુરક્ષા દળોએ અવંતિપુરમાં એન્કાઉન્ટરમાં લશ્કર એ તોઇબાના આતંકવાદી ઉફેદ ફારૂક લોનને ખતમ કરી દીધો હતો. લોન તાજેતરનાં ગ્રેનેડ હુમલાઓ સહિતની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને આર્ટિકલ 370 અને 35-એ રદ કર્યા પછી દુકાનદારો અને ફળ ઉત્પાદકોને ધમકીઓ આપવા અને જીવલેણ હુમલા તેમજ મારી નાખવા જેવી અનેક આતંકી પ્રવૃતિમાં સામેલ હતો. ફારૂક લોનને ખતમ કરતા કાશ્મીરમાં લશ્કરની પ્રવૃતિઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે તેવું જાણકારો જણાવી રહ્યા છે. ત્યારે આજે વિજ્યાદશમીનાં દિવસે સેના દ્વારા રાવણ અને કુંભકરણનો વધ કરવામાં આવ્યો છે.
J&K:Security forces eliminated terrorist Ufaid Farooq Lone of Lashkar e Toiba,in encounter in Awantipur. Lone was involved in many terrorist activities including recent grenade attacks& in threatening & beating shopkeepers and fruit growers post abrogation of Articles 370 and 35A
— ANI (@ANI) October 8, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
