કેટરીનાએ જણાવ્યું પોતાના ચાકોને અને દર્શકોને એક એવી વાત શેર કરી હતી કે જેને સાંભળીને થોડા સમય માટે તો કોઈને વિશ્વાસ જ નહોતો થયો. કેટરીનાએ જણાવ્યું હતું કે ટાઈગર જિંદા હૈમાં કિસીંગ સીન હોત તો હું અચૂક પણે આપત પણ સલમાને આવો સીન ભજવવાનો ઈન્કાર કરી દીધો હતો.
મોટાભાગે ફિલ્મોની અંદર કિસીંગ સીન કે લીપ લોક સીન માટે અભિનેત્રીઓ ના પાડતી હોય છે અને આવા સીન માટે અભિનેત્રીઓને મનાવતા મનાવતા ડિરેક્ટરોએ પણ પરસેવો પાડવો પડતો હોય છે. તેમજ ઘણી વખત તો કાં તો ફિલ્મનો મુખ્ય એવો ભાગ હોટ સીન કે લીપ લોક કટ કરવો પડતો હોય છે અથવા તો જે તે અભિનેત્રીને પડતી મુકવી પડતી હોય છે. જોકે કેટરીનાના કિસ્સામાં વિરોધાભાસ જોવા મળ્યો હતો.
બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ જેવી અભિનેત્રીને કિસ કરવાની જાણીતા સુપરસ્ટારે ના પાડી હોવાનો ખુલાસો થયો છે. આ અભિનેતા અન્ય કોઈ નહીં પણ બોલીવુડ દબંગ સ્ટાર સલમાન છે. સલમાન ખાનની પોલીસી હોય છે કે તેઓ પોતાની ફિલ્મમાં લીપલોક, હોટ સીન કે કિસીંગ સીન નથી આપતો. ટાઈગર જિંદા હૈ માટે અભિનેત્રી કેટરીના કૈફની પુરી તૈયારી હતી કે તે આ ફિલ્મમાં હોટ સીન્સ કે કિસીંગ સીન્સ હશે તો પણ ફિલ્મ કરશે. જોકે જ્યારે અભિનેતા સલમાને આવા કોઈ સીન્સ કરવા ના પાડી દીધી હતી.
સલમાનનુ માનવુ છે કે તેની ફિલ્મ જોવા માટે દરેક ઉંમર અને વર્ગના દર્શકો આવે છે. આથી તે એવો કોઈ સીન્સ ફિલ્મી પડદે નથી ભજવતો જેનાથી પરિવારના સભ્યો ફિલ્મ એકસાથે બેસીને ન જોઈ શકે. આ કારણે જ તેણે આજ સુધી ફિલ્મમાં કિસીંગ સીન આપ્યો નથી. સલમાન ખાન સ્ટારર રેસ-૩ બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી કમાણી કરી રહી.
