West Bengal/ પત્નીની હત્યા કરી રસોઈ બનાવી, બાળકોને ટ્યુશન મોકલી સરેન્ડર થયો

જ્યારે પોલીસ ઘરે પહોંચી ત્યારે દાસ મૃતદેહ પાસે શાંતિથી બેઠો હતો. એવું કહેવાય છે કે દાસને તેની પત્નીને અન્ય કોઈ સાથે સંબંધ હોવાની શંકા હતી અને તેને કારણે તેમની વચ્ચે………

Top Stories India
Beginners guide to 2024 03 08T150325.510 પત્નીની હત્યા કરી રસોઈ બનાવી, બાળકોને ટ્યુશન મોકલી સરેન્ડર થયો

@નિકુંજ પટેલ

West Bengal News: બાળકોને ટ્યુશન મોકલ્યા બાદ કાર્તિક દાસે સવારે 9.30 વાગ્યે પોલીસને જાણ કરી. માહિતી અનુસાર કરિયાણા અને મીટની દુકાન ધરાવતા દાસે પોલીસને જણાવ્યું કે તે ઘરે તેમની રાહ જોઈ રહ્યો છે.

રોજ રોજના ઝઘડા એટલા વધી ગયા હતા કે પતિએ બુધવારે રાત્રે પત્નીનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી. આ બનાવ પશ્ચિમ બંગાળના બેહાલામાં બન્યો હતો. જ્યાં કાર્તિક દાસે પોતાની પત્નીની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. એટલું જ નહી તેણે પોલીસને જાતે જ ફોન કરીને ઘરે બોલાવી અને બાળકોને ટ્યુશન મોકલી દીધા. હાલમાં પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

એક અખબારી અહેવાલ મુજબ 41 વર્ષના કાર્તિક દાસે 28 વર્ષીય પત્ની સમાપ્તિની હત્યા કરી નાખી હતી. ગુરૂવારે રાત્રે એક વાગ્યે તેણે પત્નીનું ગળુ દબાવ્યું અને હત્યા બાદ મૃતદેહને કવર કરીને મુકી દીધો હતો. ત્યારબાદ તેણે ઘરમાં કામ પૂરા કર્યા અને સવારે વહેલા ઉઠીને બાળકો માટે નાસ્તો તૈયાર કર્યો હતો. બાદમાં બાળકોને ટ્યુશનમાં મોકલી દીધા હતા. સવારે 9.30 વાગ્યે તેણે પોલીસને આ અંગે જાણ કરી હતી. કાર્તિક દાસે પોલીસને જણાવ્યું હતું કે તે ઘરે તેમની રાહ જોઈ રહ્યો છે. પોલીસ દાસના ઘરે પહોંચે ત્યાં સુધીમાં તેણે બાળકોનો સામાન પેક કરી દીધો હતો અને સાસુને પણ કહી દીધું હતું કે તે બાળકોને ક્લાસમાંથી લઈ આવે.

અખબારી અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે જ્યારે પોલીસ ઘરે પહોંચી ત્યારે દાસ મૃતદેહ પાસે શાંતિથી બેઠો હતો. એવું કહેવાય છે કે દાસને તેની પત્નીને અન્ય કોઈ સાથે સંબંધ હોવાની શંકા હતી અને તેને કારણે તેમની વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. પોલીસનું કહેવું છે કે બુધવારે રાત્રે પણ ઝઘડો થયો અને કાર્તિક દાસે પત્નીનું ગળુ દબાવી દીધું.

પોલીસનું કહેવું છે કે અમે એ વાતની તપાસ કરી રહ્યા છીએ કે આરોપીએ પત્ની પર હુમલા પહેલા બાળકોને કોઈ જગ્યાએ મોકલી દીધા હતા કે નહી. અન્ય એક અધિકારીનું કહેવું છે કે તેણે પોલીસને જાણ કરી તે પહેલા રાત્રે પુરાવાનો નાશ કર્યો હતો કે કેમ. દાસ તેની પત્નીને પરેશાન કરતો હોવાનું પણ તેના એક સંબંધીનું કહેવું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PSIની ભરતીને લઈ મોટા સમાચાર, PSI ની ભરતી માટે નવા નિયમો કરાયા જાહેર

આ પણ વાંચો:ભુવાલડી ખાતે ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ, 51 યુવક યુવતિઓ લગ્નગ્રંથીમાં જોડા