Rahul Gandhi’s security lapse: કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ત્રણ સ્તરીય સુરક્ષા કોર્ડન તોડીને એક યુવકે રાહુલ ગાંધીને ગળે લગાડવાની ઘટના મામલે હાલ ચર્ચાએ જોર પકડયું છે. આને કોંગ્રેસના વરિષ્ઠ નેતાની સુરક્ષામાં ખામી કહેવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે પંજાબમાં રાહુલની સુરક્ષામાં 35 મિનિટમાં બે વાર ક્ષતિ રહી છે. પહેલી ઘટના સવારે 8.05 વાગ્યે હોશિયારપુરના દસુહા પાસે જલંધર-પઠાણકોટ રોડની છે, જ્યાં એક યુવક રાહુલ ગાંધીની થ્રી-લેયર સિક્યોરિટી પાર કરીને સીધો રાહુલ ગાંધી પાસે ગયો અને તેમને ગળે લગાવ્યો. આ જોઈને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વોર્ડિંગ આગળ ગયા અને યુવકને પાછળ ધકેલી દીધો. આ જોઈ સુરક્ષાકર્મીઓ પણ યુવક તરફ દોડ્યા હતા, આ પછી,બીજી ભૂલ સવારે 8.40 વાગ્યે કહેવામાં આવી રહી છે.
Punjab | The way he hugged Rahul Gandhi was not excepted. Till the time I do not investigate the video, I cannot tell if it was a security breach but from the video, it appears so: IGP GS Dhillon, Law & Order Wing, Hoshiarpur
— ANI (@ANI) January 17, 2023
પંજાબ પોલીસે કહ્યું સુરક્ષામાં કોઈ ખામી (Rahul Gandhi’s security lapse) નથી આ ઘટનાઓ પર પંજાબ પોલીસ અને CRPFનું નિવેદન આવ્યું છે. બંનેનું કહેવું છે કે રાહુલ ગાંધીની સુરક્ષામાં કોઈ ખામી રહી નથી. પંજાબના હોશિયારપુરના લો એન્ડ ઓર્ડર વિંગના આઈજીપી જીએસ ધિલ્લોને જણાવ્યું હતું કે, “ત્યાં રાહુલ ગાંધીને જે યુવકો મળ્યા હતા… તેમની પહેલાથી જ તપાસ કરવામાં આવી હતી.” અમને નથી લાગતું કે રાહુલની સુરક્ષામાં કોઈ ખામી રહી હતી. જ્યારે અમે સમગ્ર ઘટના પર નજર નાખી તો અમને જાણવા મળ્યું કે જે યુવકે રાહુલ ગાંધીને ગળે લગાવ્યા હતા તે યુવકે તેમને બોલાવ્યા હતા.
સીઆરપીએફના ડીજી સુજોય લાલ થૌસેને દિલ્હીમાં (Rahul Gandhi’s security lapse) જણાવ્યું હતું કે Z+ સુરક્ષા ધરાવતા નેતા (રાહુલ ગાંધી)ને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી રાજ્યની છે. સુજોયે કહ્યું, “મને ખાતરી છે કે ત્યાંની પોલીસે સુરક્ષા વ્યવસ્થા કરી હશે. અમે સુરક્ષા પ્રદાન કરવામાં કોઈ કસર છોડીએ છીએ. આપણા જવાનો આ જવાબદારી યોગ્ય રીતે નિભાવે છે. સુજોયે કહ્યું, “જો તમે આ આખો એપિસોડ જોશો, તો તમને ખબર પડશે કે જેઓ સુરક્ષા કોર્ડનને પાર કરી ગયા હતા તેમની યોગ્ય રીતે શોધ અને તપાસ કરવામાં આવી હતી. થ્રી લેયર સિક્યોરિટીમાં કોઈ જોખમને અવકાશ નથી.
