કિશન ભરવાડ હત્યાને લઈ કોડીનાર જડબેસલાક બંધ રહ્યું છે. હત્યાના આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે.
- કોડીનાર જડબેસલાક બંધ
- કિશન ભરવાડ હત્યાનો મામલો
- આરોપીઓને કડક સજાની માંગ
- એટીએસ પૂછ-પરછ જારી
થોડા દિવસ પૂર્વે કિશન ભરવાડ નામના એક વ્યક્તિનો મુસ્લિમ સમાજના કેટલાક ઉપદ્રવીઓએ હત્યા નીપજાવી હતી જેના વિરોધમાં સમગ્ર રાજ્યમાં દેખાવ અને ઉગ્ર પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે કિશન ભરવાડના સમર્થનમાં અને તેના હત્યારાઓ સામે આકરી કાર્યવાહી થાય તે માટે આજે હિન્દુ સંગઠનો દ્વારા કોડીનાર બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

ધંધુકાના કિશન ભરવાડ નામના યુવાનને કેટલાક મુસ્લિમ સમાજના યુવાનો તથા મૌલવીઓની મદદગારીથી સરાજાહેર ગોળીઓ ધરબી દઈને હત્યા કરવામાં આવી હતી. જેનો વિરોધ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આજે કિશન ભરવાડની મુસ્લિમ ઉપદ્રવીઓ દ્વારા કરવામાં આવેલી નિર્મમ હત્યાના વિરોધમાં બંધનું એલાન હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવ્યું હતું જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે કોડીનાર શહેરની તમામ બજારો બંધ જોવા મળી હતી.
કિશન ભરવાડના હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેમજ કિશન ભરવાડ ના પરિવાર ને અને ન્યાય મળે અને આગામી સમયમાં કોઈ પણ ઉપદ્રવીઓ દ્વારા આ પ્રકારની નિર્મમ હત્યાઓ ન કરવામાં આવે તેવો દાખલો બેસે તેવી સજા કરવાની માંગ સાથે કોડીનારની બજારો બંધ રાખીને કિશન ભરવાડ ના સમર્થનમાં અને આરોપી યુવાનોની વિરુદ્ધમાં કાર્યવાહી થાય તે માટે બંધને સફળ બનાવ્યું હતું.
બજેટ 2022 / માત્ર લાગણી ભડકાવીને દેશ ન ચાલી શકે, બજેટમાં યોગ્ય સુધારા કરો નિર્મલાબેન..! : વિરજીભાઈ ઠુમ્મર
World / સ્પેસએક્સ રોકેટનો ટુકડો આગામી અઠવાડિયામાં ચંદ્રની સપાટી સાથે અથડાઈ શકે છે
