Not Set/ કુલ્લુ પાસે 500 ફૂટ ઉંડે બસ ખાબકતા ગમખ્વાર અકસ્માત, 25નાં મોત – 35 ઘાયલ

હિમાચલ પ્રદેશનાં કુલ્લુ જિલ્લામાં મોટો અકસ્માત થયો હતો. પ્રાઇવેટ બસને નડેલા ગમખ્વાર અકસ્માતમાં 25 લોકોના મૃત્યુ નિપજ્યાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. કુલ્લુ જિલ્લાનાં બંજારથી  એકઆદ કિલોમીટર દુર ભિયોટ ઘાટ પાસે એક ખાનગી બસ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઇ હોવાની લોકલ પોલીસ દ્રારા માહિતી આપવામા આવી હતી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે પ્રાપ્ત પ્રાથમિક મહિતી મુજબ […]

India

હિમાચલ પ્રદેશનાં કુલ્લુ જિલ્લામાં મોટો અકસ્માત થયો હતો. પ્રાઇવેટ બસને નડેલા ગમખ્વાર અકસ્માતમાં 25 લોકોના મૃત્યુ નિપજ્યાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. કુલ્લુ જિલ્લાનાં બંજારથી  એકઆદ કિલોમીટર દુર ભિયોટ ઘાટ પાસે એક ખાનગી બસ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઇ હોવાની લોકલ પોલીસ દ્રારા માહિતી આપવામા આવી હતી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે પ્રાપ્ત પ્રાથમિક મહિતી મુજબ અકસ્માતમાં અત્યાર સુધી 25 લોકો માર્યા હોવાનું અને 35થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હોવાની પુષ્ટી કરવામા આવી રહી છે. 

કુલ્લુથી ગુડાગુશિણ જઇ રહેલી મુસાફરોથી ખચોખચ ભરેલી બસ 500 ફૂટ ઉંડે ઘડાકા સાથે પટકાટા, બસનાં ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા અને અનેક લોકોનાં મૃત્યુ ઉપરાંત અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનાં કારણે અકસ્માતમાં મૃતકોની સંખ્યા પણ વધે તેવી શક્યતા જોવામા આવી રહી છે. ખાડો માં બસનો ઉપલેભાગ પટકાતા સંપૂર્ણપણે નાશ પામ્યો હોવાનું સામે આવી રહ્યું છે.  .

અકસ્માત સમયે લોકોની કિકિયારી અને ચીસોથી વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું. અકસ્માત સર્જાતા ઘટનાની આસપાસમાં લોકોના મૃતદેહો વિખરાયેલા જોવા મળી રહ્યા હતા.  અપને જણાવી દઇએ કે બસમાં આશરે 60 લોકો હોવાની કેફિયત આપવામા આવી રહી છે. સ્થાનીક લોકો દ્રારા તતકાળ પોલીસને જાણ કરવાની સાથે સાથે રેસ્ક્યૂ કામ પણ આદરી બચાવાય તેટલા લોકોને બચાવી પ્રથમિક સારવાર આપવામા આવી હતી. 

ગમખ્વાર અકસ્માતમાં 12 મહિલા, 6 છોકરીઓ, 7 બાળકો અને 10 યુવાનો ઘાયલ થયા હોવાની પ્રથમિક માહિતી મળી રહી છે. ઘાયલ તમામ લોકોને સારવાર માટે બંજારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે બસમાં સવારી કરતા મોટા ભાગના મુસાફરો બંજાર સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓ હતા. અકસ્માતનું કારણો હજી જાણવા મળ્યું નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.