Aravalli: અરવલ્લી જીલ્લામાં ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો. મોડાસા અને ભિલોડા તાલુકામાં મેઘ વરસ્યો હતો.વીજળી સાથે વરસાદ પડતાં કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા.
રાજ્યમાં સખ્ત ગરમીથી લોકોને હવે રાહત મળી છે. અરવલ્લીમાં મોડી રાત્રિથી મોડાસા અને ભિલોડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ઈસરોલ, જીવણપૂર, સુનોખ, વાસેરાકંપામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. વરસાદના આગમનથી ખેડૂતો હરખ પામ્યા છે. ભારે ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે.
સાબરકાંઠા જિલ્લામાં ત્રણ તાલુકામાં મુશળધાર વરસાદ પડ્યો છે. મોડી રાત્રિએ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. હિંમતનગરમાં વાવઝોડાને લઈ ઠેરઠેર બેનરો અને ઝાડ પડ્યા હતા. વિવિધ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યારે આવશે મેઘો?
આ પણ વાંચો: વલસાડમાં તસ્કરનો આતંક, 22 તોલા દાગીનાની ચોરી
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું
