Bollywood/ સલમાન ખાનને મારવા માટે લોરેન્સ બિશ્નોઈએ ખરીદી હતી લાખોની કિંમતની રાઈફલ!

સલમાન ખાનને મારી નાખવાની ધમકી મળ્યા બાદ પોલીસકર્મીઓ તેના ઘરની બહાર જોવા મળી રહ્યા છે. સલમાન હંમેશા બોડી ગાર્ડથી ઘેરાયેલો રહે છે

Top Stories Entertainment
સલમાન ખાનને

સલમાન ખાનને મારી નાખવાની ધમકી મળ્યા બાદ પોલીસકર્મીઓ તેના ઘરની બહાર જોવા મળી રહ્યા છે. સલમાન હંમેશા બોડી ગાર્ડથી ઘેરાયેલો રહે છે પરંતુ તેમ છતાં આ પહેલીવાર નથી જ્યારે સલમાને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. આ પહેલા પણ સલમાન ખાનને આવી ધમકીઓ મળતી રહી છે. જોકે સલમાનની નજીક કોઈ પહોંચી શક્યું ન હતું. દિલ્હીની તિહાર જેલમાં બંધ કુખ્યાત આરોપી લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે સલમાનની હત્યાનું કાવતરું પણ ઘડ્યું હતું. જો કે, અંતે તે નિષ્ફળ ગયો.

લોરેન્સ બિશ્નોઈ ઘણા વર્ષોથી જેલના સળિયા પાછળ છે, જો કે કહેવાય છે કે તે જેલની અંદર બેસીને પોતાની ગેંગ પણ ચલાવી રહ્યો છે. વર્ષ 2021 માં, જ્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સુરક્ષા એજન્સીઓ દ્વારા સલમાનની હત્યાના કાવતરા અંગે પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેણે કબૂલાત કરી હતી કે તેણે સલમાન ખાનને મારવા માટે રાજસ્થાનના ગેંગસ્ટર સંપત નેહરાને સલમાન ખાનને મારવા કહ્યું હતું. જે પછી સંપત નેહરા લોરેન્સના કહેવા પર જ મુંબઈ આવ્યો અને સલમાન ખાનના ઘરની રેકી કરી.

https://www.instagram.com/p/Cbs_8yXgrrP/?utm_source=ig_embed&ig_rid=d7a82936-5fa2-4eaa-a4c7-1d1064b5ee53

જોકે, સંપત નેહરા સલમાન સુધી પહોંચી શક્યો ન હતો. લોરેન્સ બિશ્નોઈએ જણાવ્યું કે સંપત પાસે પિસ્તોલ હતી. જેના કારણે તે બહુ દૂર સુધી લક્ષ્ય રાખી શક્યો ન હતો. અંતરના કારણે સંપત સલમાન ખાન સુધી પહોંચી શક્યો ન હતો. આ પછી સંપત નેહરાને તેના ગામના એક વ્યક્તિ દ્વારા આરકે સ્પ્રિંગ રાઈફલ મળી. બિશ્નોઈએ આ રાઈફલ અનિલ પંડ્યા પાસેથી 3-4 લાખમાં ખરીદી હતી. પરંતુ આ દરમિયાન દિનેશ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ પછી સંપત નેહરાની પણ ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સિદ્ધુ મુસેવાલાની હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈની ગેંગનો હાથ છે.

આ પણ વાંચો:જાનથી મારી નાખવાની ધમકી બાદ પણ સલમાન ખાન હૈદરાબાદ જવા થશે રવાના, આ છે કારણ  

આ પણ વાંચો:બોલિવૂડમાં પગ જમાવવા તૈયાર માનુષી છિલ્લર, સમ્રાટ પૃથ્વીરાજ બાદ મળી આ મોટા બેનરની ફિલ્મોની

આ પણ વાંચો:સલમાન ખાન અને પિતા સલીમ ખાનને મળ્યો ધમકીભર્યો પત્ર, પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી