દેશનાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ મંગળવારે ઉજવવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ, ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમજ ઘણા દિગ્ગજ નેતાઓએ તેમની 75 મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને તેમના પિતાને યાદ કર્યા, તો બીજી તરફ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક જુની તસવીર શેર કરી પૂર્વ વડા પ્રધાનને યાદ કર્યા હતા.
Delhi: Congress Interim President Sonia Gandhi, Former Prime Minister Dr Manmohan Singh, Rahul Gandhi, & Priyanka Gandhi Vadra pay tributes to former Prime Minister Rajiv Gandhi on his 75th birth anniversary. pic.twitter.com/3tcPgY4u3K
— ANI (@ANI) August 20, 2019
કોંગ્રેસ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે, જેમાં વડા પ્રધાન તરીકે તેમના યોગદાન અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. રાજીવ ગાંધીની જન્મજયંતિને સદભાવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજીવ ગાંધીને સંસદ ભવનમાં શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાનને શ્રદ્ધાંજલિ આપનારા લોકોમાં ભાજપનાં વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, સુબ્રમણ્યમ સ્વામી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ હતા. મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ પૂર્વ વડા પ્રધાનને તેમની 75 મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.
Delhi: Congress Interim President Sonia Gandhi, Rahul Gandhi, Lok Sabha Speaker Om Birla, LK Advani, Subramanian Swamy, Ghulam Nabi Azad, and other MPs pay tribute to former Prime Minister Rajiv Gandhi on his 75th birth anniversary, in the Parliament. pic.twitter.com/d0ZyM1dFUL
— ANI (@ANI) August 20, 2019
Mumbai: Maharashtra CM, Devendra Fadnavis paid tribute to Former Prime Minister Rajiv Gandhi on his 75th birth anniversary, at the Mantralaya, today. pic.twitter.com/yZq2Pc78tv
— ANI (@ANI) August 20, 2019
આ પહેલા રાહુલ ગાંધીએ તેમના પિતાને યાદ કરીને ટ્વિટ કર્યું હતું કે, ‘આજે આપણે રાજીવ ગાંધીની 75 મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ, જે દેશભક્ત અને દૂરદર્શી શખ્સ હતા અને જેમની દૂરદર્શી નીતિઓએ દેશનાં નિર્માણમાં મદદ કરી. તે મારા માટે ખૂબ જ પ્રેમાળ પિતા હતા, જેમણે મને નફરત ન કરવાનું, માફ કરવાનું અને પ્રેમ કરવાનું શીખવ્યુ છે.’
Today we celebrate the 75th birth anniversary of Rajiv Gandhi ji, a patriot & a visionary, whose far sighted policies helped build India.
To me, he was a loving father who taught me never to hate, to forgive & to love all beings. #Rajiv75 #SadbhavanaDiwas pic.twitter.com/gaozH8h06r
— Rahul Gandhi (@RahulGandhi) August 20, 2019
આ સાથે જ પ્રિયંકા ગાંધીએ પણ તેમના પિતાની યાદમાં એક જૂની તસવીર શેર કરી હતી, જેમાં તે રાજીવ ગાંધી સાથે જોવા મળી રહી છે. તેમણે ટ્વિટર પર લખ્યું, ‘હું મારા પિતા પાસેથી શીખી છું કે કેવી રીતે બીજાની વાત સાંભળવી જોઈએ અને જેઓ મારાથી વિપરીત વિચાર રાખે છે તેમના માટે પણ મારા હૃદયમાં સ્થાન જાળવી રાખુ. મે તેમની પાસેથી હંમેશાં હસવુ અને આગળ વધાવાનુ શીખ્યુ છે, પછી ભલે તે કેટલો પણ મુશ્કેલ રસ્તો હોય.’
From my father, I learned how to listen to people’s stories and find a place in my heart for them no matter how contrary to mine they might be.
From him, I learned how to keep smiling and keep walking no matter how difficult the path might be.#RajivGandhi75 #SadbhavanaDiwas pic.twitter.com/O4W8d9cUL5
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 20, 2019
આ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટી નેતા રાહુલ ગાંધી, પાર્ટી મહામંત્રી પ્રિયંકા ગાંધી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનાં સ્મારક ‘વીર ભૂમિ’ પર પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધી 1984 થી 1989 દરમિયાન દેશનાં વડા પ્રધાન હતા. તેમનો જન્મ 20 ઓગષ્ટ, 1944 માં થયો હતો. તેઓ માત્ર 40 વર્ષની વયે વડા પ્રધાન બન્યા અને આ પદ પર પહોંચનારા દેશનાં સૌથી યુવા વડા પ્રધાન બન્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
