UN/ UNHRCમાં ભારતે ઇસ્લામિક સંગઠન અને પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર જાણો

UNHRC ની 48 મી બેઠકમાં ભારતે કહ્યું છે કે દુનિયા પાકિસ્તાનને આતંકવાદીઓને ખુલ્લેઆમ ટેકો આપવા,તાલીમ આપનાર અને, નાણાંની મદદ કરનાર  તરીકે જાણે છે

Top Stories

ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC) પર આકરા પ્રહારો કર્યા છે. કાશ્મીર અંગે ભારતે કહ્યું છે કે OIC ને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. ભારતે વધુમાં કહ્યું છે કે OIC એ નિસહાયપણે પોતાની જાતને પાકિસ્તાન દ્વારા બંધક બનાવવાની મંજૂરી આપી છે. જિનીવામાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ પવને કાઉન્સિલમાં ભારતનો દૃષ્ટિકોણ મૂક્યો છે.

UNHRC ની 48 મી બેઠકમાં ભારતે કહ્યું છે કે દુનિયા પાકિસ્તાનને આતંકવાદીઓને ખુલ્લેઆમ ટેકો આપવા, તેમને તાલીમ આપવી અને, નાણાંની મદદ કરનાર  તરીકે જાણે છે. પાકિસ્તાન કાઉન્સિલના ફોરમનો ઉપયોગ ભારત વિરુદ્ધ ખોટા અને દૂષિત પ્રચાર ફેલાવવા માટે કરે છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને ભારતને પાકિસ્તાન જેવા નિષ્ફળ દેશો પાસેથી કોઈ પાઠ લેવાની  જરૂર નથી જે વિશ્વમાં આતંકવાદનું કેન્દ્ર છે. પાકિસ્તાન લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યું છે.