સામગ્રી
3/4 કપ ઘટ્ટ દહીં
2 ટેબલસ્પૂન પીળી મગની દાળ (ધોઇને નીતારી લીધેલી)
1 કપ ચોખા (15 મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા)
1/4 ટીસ્પૂન હળદર
મીઠું (સ્વાદાનુસાર)
1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
1 ટેબલસ્પૂન ઘી
1 ટીસ્પૂન જીરૂ
5 કડી પત્તા
મિક્સ કરીને કાંદા અને ટમેટાનું કચુંબર તૈયાર કરવા માટે
1 કપ ઝીણા સમારેલા કાંદા
1 કપ ઝીણા સમારેલા ટમેટા
1 1/2 ટીસ્પૂન જીરા પાવડર
2ટીસ્પૂન સાકર
2 ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું (સ્વાદાનુસાર)
બનાવાવની રીત
એક પ્રેશર કુકરમાં ચોખા, પીળી મગની દાળ, હળદર, મીઠું અને 2 કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની 3 સીટી સુધી રાંધી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
એક ઊંડા બાઉલમાં દહીં, લીલા મરચાંની પેસ્ટ અને 1 1/2 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેમાં ચોખા અને મગની દાળનું મિશ્રણ ઉમેરીને તેને સારી રીતે જેરી લીધા પછી બાજુ પર રાખો.
એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ અને કડી પત્તા મેળવો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ભાત-મગની દાળ-દહીંનું મિશ્રણ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. કાંદા અને ટમેટાના કચુંબર સાથે તરત જ પીરસો.
