Not Set/ રેસીપી: હેલ્દી અને પોષ્ટિક જુવાર અને ટામેટાના ચીલા

સામગ્રી 1/4 કપ જુવારનો લોટ 1/4 કપ ઘઉંનો લોટ 1/4 કપ મકાઇનો લોટ 1/4 કપ ઝીણા સમારેલા કાંદા 1/2 કપ ઝીણા સમારેલા ટમેટા 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર 2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું (સ્વાદાનુસાર) 1 1/4 ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે પીરસવા માટે કોથમીર અને લસણની ચટણી બનાવવાની રીત   એક […]

Lifestyle

સામગ્રી

1/4 કપ જુવારનો લોટ
1/4 કપ ઘઉંનો લોટ
1/4 કપ મકાઇનો લોટ
1/4 કપ ઝીણા સમારેલા કાંદા
1/2 કપ ઝીણા સમારેલા ટમેટા
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું (સ્વાદાનુસાર)
1 1/4 ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે
કોથમીર અને લસણની ચટણી

બનાવવાની રીત  

એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી લો અને પછી  તેમાં જરૂરી પાણી મેળવી તેને સારી રીતે મિક્સ કરી રેડી શકાય તેવું ખીરૂ તૈયાર કરો લો.

એક નોન-સ્ટીક તવાને ગરમ કરી 1/4 ટીસ્પૂન તેલ તેમાં ચોપડો. હવે તેમાં એક ચમચો ભરીને ખીરૂ નાખો અને ચમચા વડે ગોળ ફેલાવી 125 મી. મી. (5) વ્યાસનો ગોળાકાર બનાવો.

હવે તેને 1/4 ટીસ્પૂન તેલની મદદથી ચીલાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો. બાકીના 3 ચીલા, રીત ક્રમાંક 3 અને 4 પ્રમાણે બનાવો.કોથમીર અને લસણની ચટણી સાથે ગરમ ગરમ પીરસો.