IPL 2021 ની હરાજી પૂરી થઈ ગઇ છે. આ હરાજીમાં ટીમો પાસે ઘણા પૈસા હતા અને ટીમોએ તેને ખર્ચ પણ સારી રીતે કર્યા. આ દરમિયાન, દક્ષિણ આફ્રિકાનાં ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ આઇપીએલ 2021 નો જ નહીં પરંતુ આઇપીએલનાં ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સ દ્વારા 16 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. આ પહેલા આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી યુવરાજ સિંહ હતો, તેને 2015 માં દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા 16 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. હવે ક્રિસ મોરીસે તેનો રેકોર્ડ તોડ્યો છે.
આ સિવાય કાયલ જેમિસન બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે, જેને આરસીબીએ 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કાયલ જેમિસન પ્રથમ વખત આઈપીએલ રમશે. આ પહેલા તે ક્યારેય આઈપીએલમાં રમ્યો નથી. કાયલ જેમિસન ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર છે અને તે લગભગ છ ફૂટ ઉંચો છે. તે પછી ત્રીજા નંબરે ગ્લેન મેક્સવેલ છે. ગયા વર્ષે, તે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમ્યો હતો, પરંતુ પંજાબે તેને રિલીઝ કર્યો હતો. આ વખતે વિરાટ કોહલીની આરસીબીએ તેને 14 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. ગ્લેન મેક્સવેલે અગાઉ પણ પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો કે તે વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ સાથે રમવા માંગે છે, તેની ઇચ્છા RCB એ પૂરી પણ કરી દીધી.
આ પછી, ચોથો નંબર જય રિચાર્ડસન છે, જેને પંજાબ કિંગ્સે 14 કરોડમાં ખરીદ્યો છે. પંજાબને મોહમ્મદ શમીની સાથે-સાથે એક કે બે ઝડપી બોલરોની જરૂર હતી, હવે જય રિચાર્ડસન આ જરૂરિયાતને પૂર્ણ કરતો જોવા મળશે. આ સિવાય એમ.એસ. ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સે કૃષ્ણપ્પા ગૌતમને તેની ટીમમાં સ્થાન આપ્યુ છે. CSK એ હરભજન સિંહ અને પિયુષ ચાવલાને રિલીઝ કર્યા છે, તેને સ્પિનરની જરૂર હતી, તેથી કૃષ્ણપ્પા ગૌતમને CSK એ 9 કરોડ 25 લાખમાં ખરીદ્યો છે. આ ઉપરાંત પંજાબ કિંગ્સે આઠ કરોડ રૂપિયામાં રિલે મેરેડિથને ખરીદ્યો છે, તે પણ એક ઝડપી બોલર છે.
આ પછી, મોઇન અલી છે. ઈંગ્લેન્ડનાં ઓલરાઉન્ડર મોઇન અલીને સીએસકે દ્વારા સાત કરોડમાં ખરીદવામાં આવ્યો છે. તેઓ નીચલા ક્રમમાં પણ સારી બેટિંગ કરી શકે છે અને સ્પિન પણ સારો કરી શકે છે. ચેન્નાઈ સુપરકિંગ્સે તેને સાત કરોડમાં ખરીદ્યો છે. આ સાથે પંજાબ કિંગ્સે શાહરૂખ ખાનને 5 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. આ સિવાય નવમાં નંબરે ટોમ કુરૈન રહ્યો હતો, જેને દિલ્હી કેપિટલ્સે 5 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. વળી નેથન કુલ્ટર નાઇલ ટોપ 10 માં 10 માં સ્થાને છે, જેને મુંબઈ ઈન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, જો કે તેને અગાઉ મુંબઈ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો,
2021 નાં આઈપીએલનાં 10 સૌથી મોંઘા ખેલાડીઓ
- ક્રિસ મોરિસ: રાજસ્થાન રોયલ્સ: 16.25Cr
- કાયલ જેમિસન: આરસીબી: 15.00Cr
- ગ્લેન મેક્સવેલ: આરસીબી: 14.25 Cr
- જાય રિચર્ડસન: પંજાબ કિંગ્સ: 14.00 Cr
- કૃષ્ણપ્પા ગૌતમ: સીએસકે: 9.25 Cr
- રિલે મેરેડિથ: પંજાબ કિંગ્સ: 8.00 Cr
- મોઇન અલી: સીએસકે: 7.00 Cr
- શાહરૂખ ખાન: પંજાબ કિંગ્સ: 5.25 Cr
- ટોમ કુરૈન: દિલ્હી કેપિટલ્સ: 5.25 Cr
- નાથન કુલ્ટર નાઇલ: મુંબઇ ઇન્ડિયન્સ: 5 Cr
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
