પાકિસ્તાન એક તરફ દુનિયા સમક્ષ એવુ બતાવવાનો પ્રયત્ન કરે છે કે તે ભારતની સાથે વાર્તાલાભ કરવા માંગે છે અને બીજી તરફ તે એલઓસી પાસે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરે છે. આપને જણાવી દઇએ કે, ગુપ્તચર રીપોર્ટ અને સેટેલાઈટ તસ્વીરો સામે આવી છે જેમા જણાય છે કે એલઓસી પાસે હાજર લોન્ચ પેડમાં ત્રાસવાદીઓ ફરી આવી ગયા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે તાજેતરમાં યોજાયેલી બેઠક પહેલા આ ત્રાસવાદીઓ એલઓસીથી પાછા ચાલ્યા હતા. પાકિસ્તાને એવુ કહ્યુ હતુ કે ત્રાસવાદીઓનાં તમામ લોન્ચ પેડ હટાવી દેવાયા છે.
એક વરીષ્ઠ અધિકારીનાં જણાવ્યા પ્રમાણે અગાઉ એવા અહેવાલો હતા કે, ઘુસણખોરી કરનાર ત્રાસવાદીઓ લોન્ચ પેડ પર નથી પરંતુ ફરી પાછા આવી ગયા છે. જો કે આ વાત તદ્દન ખોટી સાબિત થઇ રહી છે. પાકિસ્તાને માત્ર દેખાડો કરવા પુરતા જ ત્રાસવાદીઓ દૂર હટાવી લીધા હતા. સીમા પર ત્રાસવાદીઓ ફરી સક્રીય બની ગયા છે.
આપને જણાવી દઇએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાયરીંગ પણ સરહદે વધી ગયુ છે. મળતી માહિતી અનુસાર, સુંદરબની સેકટરમાં ભારતીય જવાન શહીદ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
