Not Set/ લોકરક્ષક ભરતી પ્રક્રિયા મુદ્દે નવો વિવાદ, ઉમેદવારો પહોંચ્યા રજુઆત કરવા, પોલીસે કરી અટકાયત

9713 જેટલી લોકરક્ષકની ભરતી કરવામાં આવી છે, તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેના પડઘા ગાંધીનગરમાં જોવા મળ્યા હતા. સરકારની આ જાહેરાત સામે લોકરક્ષકના ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધના પગલે લોકરક્ષકના ઉમેદવારો ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોતાની માંગણીઓને લઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસે આવેદન સ્વીકારવાને બદલે ઉમેદવારોની અટકાયત કરી હતી. રાજ્ય […]

Top Stories Gujarat

9713 જેટલી લોકરક્ષકની ભરતી કરવામાં આવી છે, તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેના પડઘા ગાંધીનગરમાં જોવા મળ્યા હતા. સરકારની આ જાહેરાત સામે લોકરક્ષકના ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધના પગલે લોકરક્ષકના ઉમેદવારો ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોતાની માંગણીઓને લઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસે આવેદન સ્વીકારવાને બદલે ઉમેદવારોની અટકાયત કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા 9713 જેટલી લોકરક્ષકની ભરતી કરવામાં આવી છે, તેવી જાહેરાત કર્યા બાદ આજે લોકરક્ષકના ઉમેદવારો ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોતાની માંગણીઓને લઈને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા . તેમની માંગણી હતી કે સરકારે 9713 લોકોની ભરતીની વાત કરી છે, પરંતુ 1578 લોકોની યાદી હજુ સુંધી બહાર પાડી નથી. તેમજ લોકરક્ષકની ભરતી 2018/19ની કેટેગરી વાઇઝ ખાલી જગ્યના 20ટકા ની પ્રતીક્ષા યાદી જલ્દી બહાર પાડે. સાથે મહિલાઓ માટે સરકારે 33% અનામત રાખી હોવા છતાં, જનરલ કેટેગરીમાં મહિલાઓની ભરતી કરી હોવાથી યુવાનો ને અન્યાય થઈ રહ્યો છે, તેવું પુરૂષ ઉમેદવારોનું માનવું છે. આવી તમામ માંગણીઓ અને ફરિયાદો સાથે લોકરક્ષકના ઉમેદવારોને પોલીસભવન આવેદન આપવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસ, આવેદન સ્વીકારવાને બદલે તમામ ઉમેદવારોને પોલીસ વાનમાં બેસાડી લઈ ગઇ હતી.

આપને જણાવી દઇએ કે, 9713 લોકરક્ષક માટેની ભરતી 14 ઓગસ્ટ 2018ના રોજ ભરતીબોર્ડ દ્વારા બહાર પાડી હતી. ભરતી પ્રક્રિયામાં દોઢ વર્ષ જેટલો સમય લેવામાં આવ્યો, છતા યાદી જાહેર કરવામાં ન આવતા ઉમેદવારો દ્વાર અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો અને સરકારને અંદોલનની ચિમકી આપવામાં આવી હતી. તમામ હકીકતો બાદ 30 નવે.2019 મેરિટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. 9713માંથી 8135ની ભરતી કરવામાં આવી હતી. બાકીનાં 1578ની ભરતી નું શુ? લોકરક્ષક ભરતીમાં 20 ટકા લેખે પ્રતીક્ષા યાદી બહાર પાડવા માંગ કરવામાં આવી રહી છે. સરકારી પરિપત્રમાં 20 ટકા પરીક્ષા યાદીનો ઉલ્લેખ છે. આપને જણાવી દઇએ કે,  2016/17 ની ભરતીમાં 4 વાર પ્રતીક્ષા યાદી બહાર પાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.