Maharashtra News/ મહારાષ્ટ્રના કાર્યવાહક સીએમ એકનાથ શિંદેની તબિયત લથડી : ઘેર દોડ્યાં ડોક્ટર

Maharashtra News : મહારાષ્ટ્રના કાર્યવાહક સીએમ એકનાથ શિંદેની તબિયત લથડી છે. આ પછી ડૉક્ટરોની ટીમ તેમના ઘરે મોકલવામાં આવી હતી. સતારાના પોતાના ઘેર રોકાયેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેને ભાવ હતો. સતારાથી ડોક્ટરોની એક ટીમ તેમના ઘરે પહોંચી છે અને તેમની સારવાર કરી રહી છે. તેમનું પૈતૃક ઘર સતારામાં છે, જ્યાં તેઓ રહે છે.મખ્યમંત્રી શુક્રવારથી શરદી અને […]

Top Stories India

Maharashtra News : મહારાષ્ટ્રના કાર્યવાહક સીએમ એકનાથ શિંદેની તબિયત લથડી છે. આ પછી ડૉક્ટરોની ટીમ તેમના ઘરે મોકલવામાં આવી હતી. સતારાના પોતાના ઘેર રોકાયેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેને ભાવ હતો. સતારાથી ડોક્ટરોની એક ટીમ તેમના ઘરે પહોંચી છે અને તેમની સારવાર કરી રહી છે. તેમનું પૈતૃક ઘર સતારામાં છે, જ્યાં તેઓ રહે છે.મખ્યમંત્રી શુક્રવારથી શરદી અને વાયરલ તાવથી પીડિત છે. સવારથી તેમની તબિયત સારી નથી. તેઓ છેલ્લા એક મહિનાથી રાજ્યના ચૂંટણી પ્રવાસ પર હતા અને છેલ્લા કેટલાક દિવસોમાં સેંકડો સભાઓ કરવાના કારણે તેઓ તાવ અને શરદી જેવા વાયરલ ઈન્ફેક્શનથી પીડિત છે.

તેથી મુખ્યમંત્રી એકનાથ શિંદે આરામ કરવા ગામમાં ગયા છે. હાલમાં તેમને તાવ છે અને તેની સારવાર શરૂ કરવામાં આવી છે.દિલ્હીમાં અમિત શાહ સાથે મહાગઠબંધનની બેઠકમાં ભાગ લીધા બાદ એકનાથ શિંદે સીધા સતારામાં તેમના પૈતૃક નિવાસસ્થાને ગયા હતા. તેમણે કહ્યું કે મુંબઈમાં મહાયુતિની બેઠક રદ કરવામાં આવી છે. આ પછી, એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ગઠબંધનમાં મુખ્યમંત્રી પદને લઈને મડાગાંઠથી નારાજ છે. જો કે, શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ આ દાવાઓને ફગાવી દીધા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તેમની તબિયત ખરાબ છે એટલે તેમના ગામ ગયાં છે.

ગુરુવારે રાત્રે ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સાથે અલગથી વાત કરી હતી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ, એનસીપી સાંસદ સુનીલ તટકરે પણ શાહના ઘરે પહોંચ્યા હતા. લગભગ ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી પરંતુ મુખ્યમંત્રીના નામ પર નિર્ણય થઈ શક્યો ન હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં દુ:ખદ અકસ્માત, શાળાનો ગેટ તૂટી પડતાં વિદ્યાર્થીનું મોત

આ પણ વાંચો: મહારાષ્ટ્રના ધુલેમાં ગણપતિ વિસર્જન દરમિયાન ગમખ્વાર અકસ્માત, 3 બાળકોના મોત, 5 લોકોની હાલત ગંભીર

આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુંબઈમાં બસ અકસ્માતમાં નવ લોકો ઘાયલ