બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ગોવાના વેકેશનની મજા માણી રહી છે. આ દરમિયાન મલાઈકા તેની ઘણી તસવીરો ચાહકો સાથે શેર કરી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના બ્લેક મોનોકિનીમાં એક તસવીર પોસ્ટ કરીને ચાહકોના હૃદયની ધડકન વધારી દીધી હતી.
View this post on Instagram
હવે મલાઈકા ગ્રીન કલરની ટોપ અને શોર્ટમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આ ડ્રેસની કિંમત શું છે.
મલાઈકા અરોરાએ આ ડ્રેસમાં પોતાની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં મલાઇકા -ઓફ-હોલ્ડર મિન્ટ ગ્રીન કલરના આઉટફિટમાં ખૂબ સ્ટાઇલિશ અને અદભૂત દેખાઈ રહી છે.

મલાઇકાએ એમ અક્ષર સાથે પેન્ડન્ટ પહેર્યો છે. આ લૂકમાં ચાહકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ સુંદર ડ્રેસ વિશે તમામ જાણવા માંગે છે.
તમને જણાવી દઇએ કે તમે આ આઉટફીટ તમે પણ સરળતાથી ખરીદી શકો છો. ઇન્ડિયા ટુડેના સમાચાર મુજબ, મલાઈકાના આ ડ્રેસની કિંમત 6 હજાર રૂપિયા છે. મલાઈકાના લૂક વિશે વાત કરવામાં આવે તો તેણે આ ડ્રેસ પર ગોલ્ડન શેડ્સ લગાવ્યા છે અને ટાઇટ બન બનાવ્યો છે. આ પહેલા, તેણે પૂલ પર પર તેની તસવીર શેર કરી હતી. તસવીરમાં તે ગોગલ્સ પહેરીને હેર પોનીટેલ બનાવતી જોવા મળી હતી.
View this post on Instagram
મલાઇકા આ સમયે ગોવામાં તેની બહેન અમૃતા અરોરાના ઘરે મસ્તી કરી રહી છે. આ ઘરમાં અર્જુન પણ અમૃતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આ ઉપરાંત મલાઇકાનો દીકરો અરહાન ખાન પણ આ ટ્રિપમાં છે. કરણ જોહર પણ અહીં તેની સાથે જોડાયો હતો.
