National News/ મમતા સાથે અભિજીતની મુલાકાત, INDIA રેલીથી CJP કેમ દૂર?

INDIA બ્લોકની રેલી (INDIA Rally)ને સંગઠનનું સમર્થન છે, પરંતુ તેમાં ઔપચારિક રીતે જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી

Top Stories India
અભિજીત દીપકે (Abhijit Dipke)જણાવ્યું હતું કે તેમની પાર્ટી કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલી નથી અને એક સ્વતંત્ર પ્લેટફોર્મ તરીકે કામ કરી રહી છે. INDIA બ્લોકની રેલી (INDIA Rally)ને સંગઠનનું સમર્થન છે, પરંતુ તેમાં ઔપચારિક રીતે જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી

National News : કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. જોકે, બીજી તરફ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમની પાર્ટી દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી INDIA બ્લોકની રેલી (INDIA Rally)માં ઔપચારિક રીતે ભાગ લેશે નહીં. CJPનું કહેવું છે કે સંગઠન પોતાની સ્વતંત્ર અને નિષ્પક્ષ ઓળખ જાળવી રાખવા માગે છે.આ મુલાકાત દરમિયાન તેમણે NEET પેપર લીક અને ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાઓ સામે યુવાનોના આંદોલનને સમર્થન આપવા બદલ મમતા બેનર્જી (Mamata Banerjee)નો આભાર માન્યો હતો.

CJP સ્વતંત્ર સંગઠન તરીકે પોતાની ઓળખ જાળવશે

અભિજીત દીપકેએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલી નથી અને એક સ્વતંત્ર પ્લેટફોર્મ તરીકે કામ કરી રહી છે. INDIA બ્લોકની રેલી (INDIA Rally)ને સંગઠનનું સમર્થન છે, પરંતુ તેમાં ઔપચારિક રીતે જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે મત ચોરી અને ચૂંટણી પ્રક્રિયામાં થતી અનિયમિતતાઓ સામે જે પણ સંગઠન અવાજ ઉઠાવશે, તેને CJP સમર્થન આપશે. આ મુદ્દે સંગઠન કોઈ રાજકીય પક્ષના જોડાણને મહત્ત્વ આપતું નથી.

NEET આંદોલનમાં સાથ આપવા બદલ મમતાનો આભાર માન્યો

મમતા બેનર્જી સાથેની મુલાકાત અંગે અભિજીત દીપકે (Abhijit Dipke)જણાવ્યું હતું કે તેઓ ખાસ તેમનો આભાર વ્યક્ત કરવા પહોંચ્યા હતા. NEET પેપર લીક સામે જંતર-મંતર ખાતે CJP દ્વારા યોજાયેલા પ્રથમ વિરોધ પ્રદર્શન દરમિયાન મમતા બેનર્જીએ યુવાનોને સમર્થન આપ્યું હતું.

દીપકેના જણાવ્યા અનુસાર, જ્યારે CJPના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી, ત્યારે પણ મમતા બેનર્જી યુવાનોની પડખે ઊભા રહ્યા હતા. આ સહયોગને યાદ કરીને તેમણે મમતાનો આભાર માન્યો હતો.

મમતા બેનર્જીએ યુવા કાર્યકરોની પ્રશંસા કરી

મુલાકાત બાદ મમતા બેનર્જીએ અભિજીત દીપક અને CJPના યુવા કાર્યકરોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે SIR, મતદાર યાદી અને ચૂંટણી પંચ સાથે જોડાયેલા મુદ્દાઓ પર જનઆંદોલન ઊભું કરવામાં યુવાનોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

મમતાએ કહ્યું હતું કે યુવાનોએ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા છતાં પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો છે. તેમણે અભિજીત દીપકે અને અન્ય કાર્યકરોને પશ્ચિમ બંગાળની મુલાકાત લેવા તેમજ ત્યાં કાર્યક્રમો યોજવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.

રામલીલા મેદાનમાં INDIA બ્લોકની મોટી રેલી

દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી INDIA બ્લોકની રેલીમાં (INDIA Rally)વિપક્ષી નેતાઓ ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અને મત ચોરીનો મુદ્દો ઉઠાવશે. આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પણ કરવામાં આવશે.

રેલીને ધ્યાનમાં રાખીને રામલીલા મેદાનમાં વિશાળ મંચ અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિપક્ષી પક્ષોએ મિન્ટો રોડથી રામલીલા મેદાન સુધી ‘ચલો દિલ્હી’ કૂચનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, કામદારો અને વિવિધ નાગરિક સંગઠનોને પણ જોડાવા અપીલ કરવામાં આવી છે.

CJPએ પણ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગને સમર્થન આપ્યું છે. જોકે, અભિજીત દીપકે ફરી સ્પષ્ટ કર્યું છે કે સંગઠન ચૂંટણીની નિષ્પક્ષતા માટેનો સંઘર્ષ ચાલુ રાખશે, પરંતુ તેની સ્વતંત્ર ઓળખ જાળવી રાખવા INDIA બ્લોકની રેલીમાં ઔપચારિક રીતે જોડાશે નહીં.


આ પણ વાંચો: INDIA એલાયન્સની રેલીથી ઓવૈસીએ અંતર રાખ્યું, કહ્યું- ‘મારે આ રેલી સાથે કોઈ લેવાદેવા નથી’

આ પણ વાંચો: CEC જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું શક્તિપ્રદર્શન! 1 નવેમ્બરે દિલ્હીમાં ‘મત બચાવો, દેશ બચાવો’ રેલી

આ પણ વાંચો: ભાજપની પદયાત્રા સામે કોંગ્રેસની મેગા રેલી, SIR મુદ્દે દિલ્હીમાં રાજકીય ગરમાવો