Not Set/ લોકડાઉનમાં અનેક લોકો થયા બેરોજગાર, મજૂરોની વતનવાપસીથી ફેક્ટરીઓના કામ અટક્યા, જીડીપીમાં માઇનસમાં ગયો

જે ત્રિમાસિક સમયમાં લોકડાઉન લાગ્યું તે દરમિયાન દેશના જીડીપી દરમાં ૨૪ ટકાનો ઘટાડો નોંધાયો, અને આ વર્ષે પણ સરકારનું આંકલન છે કે.,વિકાસ દર નકારાત્મક જ રહેશે

India

@ચિરાગ પંચાલ, મંતવ્ય ન્યૂઝ

જનતા કર્ફયું એ લોકડાઉનનો ટ્રાયલ હતું., અને તે પછી દેશમાં લોકડાઉન આવ્યું., જેની દેશના લોકોએ મોટી કીંમત ચૂંકવી. જીડીપી દરમાં કડાકો બોલી ગયો તો આ લોકડાઉનમાં અનેક લોકો બેરોજગાર બની ગયા.તો જે સૌથી મોટી દર્દનામ ઘટના બની હતી તે હતી ઘરવાપસી.,સરકારી આંકડાઓ પ્રમાણે આ સમયગાળા દરમિયાન લગભગ એક કરોડ મજૂરોને તેમના ગૃહરાજ્યમાં પરત ફરવું પડ્યું. અને કેવી રીતે તે દેશ આખાએ જોયું.

શું તમને ખબર છે કે જ્યારે વડાપ્રધાને ૨૪ માર્ચ ૨૦૨૦ના દિવસે. આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી તો તેના પહેલાં. કેટલા એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પોતાને ત્યાં લોકડાઉન લગાવી ચૂક્યા હતા. જો સરકારના આંકડાઓ પર ભરોસો મુકીએ તો દેશના ત્રીસ રાજ્યો. પોતાને ત્યાં વડાપ્રધાનની જાહેરાત પહેલાં પગલાં લઇ ચૂક્યા હતા. રાજ્યોએ પોતાને ત્યાં લોકડાઉન કોરોના વાયરસના પ્રકોપના આંકલન માટે લગાવ્યું હતું. કેટલાય રાજ્યોમાં આ લોકડાઉન ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ચાલવાનું હતું, જો કે સવાલ એ છે કે આટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પહેલાં જ સંપુર્ણ લોકડાઉન કરી ચૂકયા હતા તો પછી રાષ્ટ્રીય લોકડાઉન લગાવવાની જરૂર શું પડી.,

આ મહામારીમાં શરૂઆતથી જ ભારતના સૈન્ય સેવાઓના ડોક્ટર મદદમાં જોડાઇ ગયા હતા. યાદ કરો એ ક્વોરેન્ટિન કેન્દ્રોને જે વિદેશથી પરત આવેલાઓ માટે બનાવાયા હતા. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકો માટે આઇસોલેશન કેન્દ્ર બનાવવાનો. પહેલો અનુભવ આર્મડ ફોર્સે મેડિકલ સર્વિસીઝને જ હતો. તેમને ખબર હતી કે મોટા મોટા ઓબ્જર્વેશ કેન્દ્રો બનાવવામાં. અને અસ્થાઇ હોસ્પિટલો સ્થાપિત કરવામાં કયા કયા પડકારો આવે છે. કારણ કે તેઓ શરૂઆતથી જ આ કામમાં જોડાઇ ગયા હતા. અને પછી દેશમાં કોવિડ-૧૯ના દર્દીઓ માટે આવા કેન્દ્રો ખોલવામાં આવ્યા.

વડાપ્રધાને રાષ્ટ્રના નામે પોતાના સંદેશમાં કહ્યુ હતુ કે..તેમાં કોઇ શક નથી કે દેશને લોકડાઉનની આર્થિક કિંમત ચૂકાવવી પડશે..પણ હાલમાં મારી સૌથી મોટી પ્રાથમિકતા દરેક ભારતીયનો જીવ બચાવવાની છે..અને આખરે દેશે લોકડાઉની કિંમત પણ ચૂકવી.તમને જણાવી દઇએ કે જે ત્રિમાસિક સમયમાં લોકડાઉન લાગ્યું તે દરમિયાન દેશના જીડીપી દરમાં ૨૪ ટકાનો ઘટાડો નોંધાયો, અને આ વર્ષે પણ સરકારનું આંકલન છે કે.,વિકાસ દર નકારાત્મક જ રહેશે. તો દેશમાં લોકડાઉન લાગતાની સાથે જ દેશમાં બેરોજગારીમાં જબરજસ્ત ઉછાળો આવ્યો. એક ખાનગી સંસ્થા સેંટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી પ્રમાણે. માર્ચ ૨૦૨૦માં દેશમાં બેરોજગારીનો દર વધીને ૮.૭ ટકા થઇ ગયો. જે એપ્રિલ ૨૦૨૦માં ૨૩.પ ટકા સાથે ઉચ્ચસ્તર પર પહોચી ગયો. અને જૂન મહીના સુધી તે ૨૦ ટકાની આસપાસ રહ્યો..,

દેશની વસ્તિમાં કામકરનારાઓની સંખ્યા સતત ઘટતી રહી છે. ૨૦૧૬-૧૭માં કુલ વસ્તિમાંથી ૪૧.૬ ટકા વસ્તિ કામ કરતી હતી. તો તે પછીના વર્ષોમાં આ સંખ્યા ઘટીને ૪૦.૧ થઇ ગઇ. અને વર્ષ ૨૦૧૯-૨૦માં તેનાથી પણ ઘટીને તે સંખ્યા ૩૯.૪ ટકા થઇ ગઇ. અને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીતો દેશની વસ્તિમાં રોજગાર કરી રહેલા લોકોનો હિસ્સો. વધારે ઘટીને ૩૭.૭ ટકા જેટલો જ થઇ ગયો. જો કે કોરોના વાયરસથી દેશની અર્થવ્યવસ્થા પર વધારે અસર પડવાની હતી. અને એટલા માટે વડાપ્રધાને નાણામંત્રીની આગેવાનીમાં. એક ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સ બનાવવાની જાહેરાત કરી હતી પણ આ ટાસ્ફફોર્સ સમગ્ર દેશમાં લોકડાઉન લગાવાયાના માત્ર પાંચ દિવસ પહેલાં જ બનાવાઇ હતી. આ ટાસ્કફોર્સનું કામ એ નકકી કરવાનું હતુ કે લોકડાઉનથી થનારી આર્થિક મુશ્કેલીઓને ઓછી કરવા માટે જરૂરી પગલાઓને અસરદાર રીતે લાગુ કરવામાં આવે.

જો કે લોકડાઉન દરમિયા લગભગ ૧ કરોડ મજૂરોને. તેમના ગૃહરાજ્યમાં પરત ફરવું પડ્યુ હતું. અને તેમાંથી ૬૩.૦૭ લાખ લોકોને સરકારે ઘર સુધી પહોચાડ્યા હતા. જો કે સરકારનો દાવો છે કે.,તેમની પાસે એવો કોઇ આંકડો નથી કે ઘરવાપસીના આ સફર દરમિયાન કેટલા લોકોનો જીવ ગયો અને લોકડાઉન દરમિયાન કેટલા લોકોની રોજગારી છીનવાઇ. પણ એક અંદાજ મુજબ ઘરવાપસીમાં લગભગ ૩૦૦ લોકોના મોત થયા. આ લોકોનો જીવ અકસ્માતમાં ગયો કે પછી સફર દરમિયાન થાકના લીધે ગયો.

કોરોના વાયરસના વિરૂદ્ધ જંગની શરૂઆત આજના દિવસથી જ થઇ હતી. કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે ૨૨ માર્ચ ૨૦૨૦જે વડાપ્રધાને જનતા કર્ફયુંની જાહેરાત કરી હતી. અને લોકોને પોતાના ઘરોમાં રહેવાનું કહેવાયુ હતું. લોકડાઉનના ટ્રાયલ કહેવાતા આ જનતા કર્ફયુંએ દેશને એક ઝલક તો આપી દીધી કે ભારતવાસીને કોરોનાથી બચાવવા માટે ઘરમાં સુરક્ષિત રાખી શકાય છે..તે પછી મહીનાઓ સુધી દેશ લોકડાઉનમાં રહ્યો.,અને વેક્સિનની રાહ જોતો રહ્યો. આજે ભારતની પાસે બે બે વેક્સિન છે અને રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યુ છે. પણ ચિંતાની વાત એ છે કે.,તેમ છતાં કોરોનાનો પ્રકોપ વધતો જ જઇ રહ્યો છે. એવી આશા હતી કે વેક્સિન આવ્યા પછી ભારતમાંથી. કોરોના છુમંતર થઇ જશે.,પણ એવું થયું હોય તેવું જોવાતું નથી.