Kutch News: કચ્છના ભુજમાં દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. ભુજના મોટા કપાયામાં બે પરીણિત મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાઓને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાઓને ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને તેમના પર દુષ્કર્મ આચરવામાંઆવ્યું છે.
આરોપીએ પરીણિત મહિલાના બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. મુંદ્રા પોલીસ મથકે પણ આ દુષ્કર્મને લઈને અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. મુંદ્રાના પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. હજી ગયા મહિને જ કચ્છની ગાંધીધામ કોર્ટે સગીરા પર બળાત્કારના આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. તેમજ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, જો ગુનેગાર દંડની રકમ જમા નહીં કરાવે તો તેને છ મહિનાની વધારાની સાદી કેદની સજા અને દંડની રકમમાંથી 15,000 રૂપિયા પીડિતને વળતર તરીકે આપવાનો આદેશ આપ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 30 ઓગસ્ટ, 2023ના રોજ આરોપી પુષ્પરાજ ઉર્ફે વિકી સનતકુમાર, જે આદિપુર તોલાણી કોલેજની સામે પરથા હાઉસમાં કામ કરતો હતો, ફરિયાદીના ઘરે ગયો હતો. ત્યાર બાદ તેણે ત્રણમાંથી બે દીકરીઓને ચોકલેટ આપીને બાથરૂમમાં લઈ જઈ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ કેસમાં આદિપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ત્યારબાદ આ કેસની સુનાવણી ગાંધીધામ કોર્ટના જજ બી.જી.ગોલાણી સમક્ષ ચાલી હતી. ફરિયાદી પક્ષના 15 સાક્ષીઓ અને 27 દસ્તાવેજોની તપાસના આધારે, કોર્ટે ગુનેગાર પુષ્પરાજ તકસીરવાનને દોષી ઠેરવ્યો. ગાંધીધામ કોર્ટે ગુનેગારને 20 વર્ષની સખત કેદ અને 20 હજારનો દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો: કચ્છની બહુ ચર્ચિત 10 કરોડના હનીટ્રેપ કેસના મુખ્ય આરોપીની અમદાવાદથી ધરપકડ
આ પણ વાંચો: આ છે રાજકોટનો રેપિસ્ટઃ બે વર્ષની બાળકીને પણ ન છોડી