Not Set/ મારૂતિ સુઝુકી એ લોન્ચ કરી  નવી  CIAZ,કિંમત 9.97 લાખથી થશે શરૂ

Maruti Suzuki દ્વારા તેના બહુપ્રતિક્ષિત મોડલ સીયાઝને લોન્ચ કરવામાં આવી છે.  જેમાં 1.5 લીટર ડીઝલ ડીડીઆઇએસ 225 એન્જિન છે. મારૂતિ સૂઝૂકીનું આ નવું ડીઝલ એન્જિન જૂના  1.3 લીટરવાળા એન્જિન કરતાં વધુ પાવરફુલ છે. આ મોડલ કંપનીએ ઇનહાઉસ રીતે વિકસાવ્યું છે.  જ્યારે 1.3 લીટરવાળું એન્જિન ફીઆટમાંથી લેવામાં આવ્યું છે. નવા ડીઝલ એન્જિનવાળી મારૂતિ સિયાઝની એક્સ શોરૂમ […]

Tech & Auto

Maruti Suzuki દ્વારા તેના બહુપ્રતિક્ષિત મોડલ સીયાઝને લોન્ચ કરવામાં આવી છે.  જેમાં 1.5 લીટર ડીઝલ ડીડીઆઇએસ 225 એન્જિન છે. મારૂતિ સૂઝૂકીનું આ નવું ડીઝલ એન્જિન જૂના  1.3 લીટરવાળા એન્જિન કરતાં વધુ પાવરફુલ છે.

આ મોડલ કંપનીએ ઇનહાઉસ રીતે વિકસાવ્યું છે.  જ્યારે 1.3 લીટરવાળું એન્જિન ફીઆટમાંથી લેવામાં આવ્યું છે. નવા ડીઝલ એન્જિનવાળી મારૂતિ સિયાઝની એક્સ શોરૂમ કિંમત 9.97 લાખથી 11.37 લાખ રૂપિયા છે.

મારૂતિ સૂઝૂકી સિયાઝનું નવું ડીઝલ એન્જિન 4000 આરપીએમ પર 94 એચપીનો પાવર ધરાવે છે.

તથા આ એન્જિન 1.500-2,500 આરપીએમ પર 225 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તે જૂના એન્જિન કરતાં  5 એચપી વધારે શક્તિશાળી છે.

નવા મોડલમાં  6-સ્પીડ ટ્રાસમિશનથી લેસ છે.કંપનીનો દાવો છે કે  નવું ડીઝલ એન્જિન 26.82 કિલોમીટર પ્રતિ લીટરનું માઇલેજ આપશે. નવી ડીઝલ એન્જિન સિયાઝ ત્રણ વેરિયંટ Delta, Zeta અને Alphaમાં ઉપલબ્ધ છે.

સિયાઝનું એન્જિન BS-VI ને અનુકૂળ છે. અને તે  BS-VI ના માપદંડ પ્રમાણે છે. અને હજી તેને વધુ અપડેટ કરવામાં આવશે.  આ સિયાઝમાં માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ નથી.  એન્જિન સિવાય સિયાઝમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.  મારૂતિની આ મિડ સાઇઝ સિડેન ને માર્કેટમાં  હોંડા સિટી અને ટોયોટા યારિસ સાથે સ્પર્ધા કરવી પડશે.