બોલિવૂડની જાણીતી અભિનેત્રી મૌની રોયે પોતાના અભિનય સાથે સાથે લોકોનું દિલ જીતવા માટે કોઈ કસર છોડી નથી. મૌની રોય ઘણીવાર તેની સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં મૌની રોયનું એક સોંગ ‘પતલી કમરીયા’ રિલીઝ કરવામાં આવ્યું છે, જે આવતાની સાથે જ ધમાલ મચી ગઇ છે. આ સોંગ ટૂંક સમયમાં ત્રણ લાખથી વધુ વખત જોવાઇ ચુક્યુ છે. આ ગીતને ટી-સિરીઝે તેમના યૂટ્યુબ ચેનલ દ્વારા રજૂ કર્યુ છે. આટલું જ નહીં, આ ગીતને અત્યાર સુધીમાં 43 હજારથી વધુ લોકોએ પસંદ કર્યુ છે.

નોરા ફતેહીએ ચાહકોના દિલમાં લગાવી આગ, જુઓ હોટનેસથી ભરેલો આ વીડિયો
‘પતલી કમરીયા’ સોંગમાં મૌની રોયની સ્ટાઇલ, ડાન્સ અને ગ્લેમરસ સ્ટાઇલ ખરેખર આકર્ષક લાગે છે. ચાહકો પણ આ ગીત માટે તેમની પ્રશંસા કરતા થાકતા નથી. પતલી કમરીયા ગીત તનિષ્ક બાગચી, સુખિ અને પરંપરા ટંડન દ્વારા ગાયું છે. આ સાથે ગીતનું મ્યુઝિક અને લીરિક્સ પણ તનિષ્ક બાગચીએ આપ્યું છે. ગીતમાં ચાહકો પણ મૌની રોયની સ્ટાઇલ અને ડાન્સ વિશે ઘણી ટિપ્પણી કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા આ ગીતનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.
મૌની રોયના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તે અભિનેત્રી આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય છેલ્લી વખત મૌની રોય લંડન કોન્ફિડેન્શિયલમાં જોવા મળી હતી, જેમાં લોકોએ તેના અભિનયને ખૂબ પસંદ કર્યો હતો. જણાવી દઈએ કે મૌની રોયે ફિલ્મ ગોલ્ડ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેણે અક્ષય કુમાર સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પગેલા મૌની રોયે સિરીયલ નાગિન દ્વારા પણ ઘણી ચર્ચા બનાવી હતી.
