સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અનિલ અંબાણી ઉપર 162.2 મિલિયન ડોલરનો ટેક્સ બાકી હતો. જેને અધિકારીઓએ રાફેલ ડીલની ઘોષણા બાદ રદ કરી દીધો છે. એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ ટેક્સ વિવાદને ઓક્ટોબર 2015માં જ ઉકેલી દેવામાં આવ્યો હતો. જ્યારે ભારત અને ફ્રાંસ વચ્ચે રાફેલ ડીલની અપૌચારિક જાહેરાત થઈ હતી.
ફ્રાંસના અધિકારીઓએ અનિલ અંબાણીને કરજ ચૂકવવામાં મદદ કરી હતી. આ પ્રકારનો ઉલ્લેખ ફ્રાંસના સ્થાનિક માધ્યમમોમાં કરવામાં આવ્યો છે. મીડિયાના અહેવાલ અનુસાર અનિલ અંબાણી ઉપર 162.6 મિલિયન ડોલરનો ટેક્સ હતો. જેને અધિકારીઓએ પીએમ મોદીના ફ્રાંસ પ્રવાસ બાદ રદ કર્યો હતો.
રિલાયન્સ એટલાન્ટિક ફ્લેગને ફ્રાંસના પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ બાદ મોટી છૂટ મળી હતી. અને અનિલ અંબાણીનું કરજ માફ કરવામાં આવ્યું જ્યારે પ્રધાનમંત્રી મોદીએ ફ્રાંસ સાથે રાફેલ ડીલની ઘોષણા કરી હતી. સ્થાનિક અખબાર લે મોન્ડેના જણાવ્યા અનુસાર ટેક્સ વિવાદને ઓક્ટોબર 2015માં જ ઉકેલી દેવામાં આવ્યો હતો. જ્યારે ભારત અને ફ્રાંસ વચ્ચે રાફેલ ડીલની અપૌચારિક જાહેરાત થઈ હતી. અને પ્રધાનમંત્રીની એપ્રિલ 2015ની યાત્રા દરમિયાન એ જાહેરાત કરવામાં આવી હતી કે ભારત ફ્રાંસની દસો કંપની પાસેથી 36 ફાઇટર જેટ ખરીદશે.
અહેવાલ મુજબ અનિલ અંબાણીની કંપની વિશે કથિત રીતે ફ્રાંસના અધિકારીઓએ તપાસ કરી હતી. અધિકારીઓએ જાણ્યું હતું કે વર્ષ 2007થી 2010 વચ્ચે અનિલ અંબાણીની કંપની પર 10 મિલિયન યૂરો ટેક્સ બાકી હતો. રિલાયન્સ એટલાન્ટિક ફ્લેગ ફ્રાંસે 7.6 યૂરો ટેક્સના રૂપે આપવાનો પ્રસ્તાવ આપ્યો પરંતુ ફ્રાંસના અધિકારીઓએ આ મુદ્દાની આગળ તપાસ કરવાનો ઇન્કાર કર્યો હતો.
વર્ષ 2010 થી વર્ષ 2012ની વચ્ચે ફ્રાંસના અધિકારીઓએ એક તપાસ કરી હતી. અને તે વખતે અનિલ અંબાણીની કંપનીને 91 મિલિયન યૂરો ટેક્સ આપવા જણાવ્યું હતું. જોકે રેલ ડીલની અનોપૌચારિક ઘોષણા બાદ આ ટેક્સની રકમ વધીને 151 મિલિયન યૂરોની નજીક થઈ ગઈ હતી. જોકે પ્રધાનમંત્રીએ કરેલી ઘોષણા બાદ ફ્રાંસના ટેક્સ અધિકારીઓએ અંબાણીના ભાગે ચઢેલો 143. 7 યૂરો ટેક્સ માફ કરી દીધો હત. અને સેટલમેન્ટ તરીકે માત્ર 7.3 મિલિયન યૂરો ભરવાની વાત કરવામાં આવી હતી. જે ટેક્સ વસ્તવમાં 151 મિલિયન યૂરો જેટલો હતો.
