જમ્મુ-કાશ્મીરમાં એક બાજુ DDCની ચૂંટણી યોજવાને હવે ગણતરીના દિવસો બાકી છે, અને આ ચૂંટણીને લઈ પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, ત્યારે આ વચ્ચે પીડીપી નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતી ફરી એકવાર નજર કેદ થયા છે. આ જાણકારી મુફતીએ ટવીટ કરીને આખી ભાજપ પર આક્ષેપો લગાવ્યા છે.
નજરકેદમાં ગયેલા મહેબૂબા મૂફતીએ ટવીટ કરીને કહ્યું છે, ‘છેલ્લા બે દિવસથી મને ફરી ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લીધા છે. જમ્મુ-કાશ્મીર તંત્ર મને પુલવામામાં પાર્ટી નેતા વહીદ ઉર રહમાનના પરિવારને મળવાની મંજુરી આપી રહ્યું નથી. ભાજપના મંત્રીઓ અને તેમના સહયોગીઓને કાશ્મીરના દરેક ખૂણામાં ફરવાની મંજુરી છે. માત્ર મારા મામલામાં સુરક્ષાનો ખતરો છે.
પૂર્વ સીએમ મહેબૂબા મુફતીએ વધુમાં કહ્યું કે, પાયાવિહોણા આરોપો હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.’ તેમની ક્રુરતાની કોઈ સીમા નથી. વહીદની પાયાવિહોણા આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને મને તેમના પરિવારને સાંત્વના આપવાની મંજુરી નથી. ત્યાં સુધી કે મારી પુત્રી ઈલ્તિજાને પણ નજરબંધ રાખવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
