Not Set/ મહેબૂબા મુફ્તીની પુત્રીએ વોયસ મેસેજ દ્વારા જણાવી આપબીતી, દોષી જેવુ કરવામા આવી રહ્યુ છે વર્તન

કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ હજી પણ ઘણા વિસ્તારોમાં પ્રતિબંધ છે. અનેક પક્ષોનાં નેતાઓની પણ ધરપકડ કરી રાખવામાં આવી છે. દરમિયાન, રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાએ એક વોઇસ મેસેજ જાહેર કર્યો છે જેમાં તેણે કહ્યું છે કે, તેના પર કડક નજર રાખવામાં આવી રહી છે અને ધમકી આપવામાં આવી છે કે જો તે […]

India

કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ હજી પણ ઘણા વિસ્તારોમાં પ્રતિબંધ છે. અનેક પક્ષોનાં નેતાઓની પણ ધરપકડ કરી રાખવામાં આવી છે. દરમિયાન, રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાએ એક વોઇસ મેસેજ જાહેર કર્યો છે જેમાં તેણે કહ્યું છે કે, તેના પર કડક નજર રાખવામાં આવી રહી છે અને ધમકી આપવામાં આવી છે કે જો તે ફરીથી મીડિયા સાથે વાત કરશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. ઇલ્તિજાએ આ વોઇસ મેસેજમાં કહ્યું છે કે, તેમણે આ મામલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી સ્પષ્ટતા માંગી છે.

ઇલ્તિજા જાવેદે એક મેસેજ જાહેર કરતા કહ્યુ છે કે, મને પણ અટકાયતમાં લેવામાં આવી છે, કારણ કે મેં મીડિયા સાથે વાત કરી હતી. મને ધમકી આપવામાં આવી છે કે જો હું ફરીથી મીડિયા સાથે વાત કરીશ તો તેના પરિણામો ભોગવવા પડશે. ઇલ્તિજાએ કહ્યુ કે, મને ગુનેગાર તરીકે રાખવામાં આવી રહી છે. મારી સાથે ગુનેગારની જેમ વર્તન કરવામાં આવી રહ્યુ છે. અવાજ ઉઠાવનારા કાશ્મીરીઓની સાથે મને પણ જીવનું જોખમ લાગે છે.

ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં ઇલ્તિજાએ સ્પષ્ટતા માટે કહ્યું છે કે, આજે જ્યારે બાકી દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કાશ્મીરીઓને જાનવરોની જેમ કૈદ કરવામાં આવ્યા છે. તેમને મૂળભૂત માનવ અધિકારથી દૂર કરવામા આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને હાલમાં શ્રીનગરનાં એક ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે. અગાઉ, ઇલ્તિજા જાવેદે મીડિયા સાથે વાત કરી હતી અને સવાલ કર્યો હતો કે, માતાને કેમ જાનવરોની જેમ બંધ કરવામાં આવી છે. ત્યારથી તે ચર્ચામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે, ઇલ્તિજા લંડનમાં ભારતીય હાઈ કમિશનર ખાતે વરિષ્ઠ વહીવટી અધિકારી છે. તે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે હાલમાં કાશ્મીરમાં રહે છે. વળી મહેબૂબા મુફ્તીની નાની પુત્રી ઇર્તિકા એક લેખક છે. તે તેના મામા તસાદુક મુફ્તી સાથે રહે છે. તેના મામા એક સિનેમેટોગ્રાફર છે. તેણી તેમના જેવા જ પગલાંને અનુસરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.