Gandhinagar News/ ગુજરાત આવેલી ૪થી ધમ્મયાત્રાના સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે

ભારત આવેલા ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 5 ગુજરાત આવેલી ૪થી ધમ્મયાત્રાના સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે

Gandhinagar News: ભારત આવેલા ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી. મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક જોડાણ સુદ્રઢ કરવા ૪થી ધમ્મયાત્રા તા. 2 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે છે.

Image

થાઈલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તે માટે, તેમ જ ભગવાન બુદ્ધ અને તેમના બે પ્રમુખ શિષ્યો અરહંત સરીપુટ્ટ અને મોગ્ગલાનાના પવિત્ર અવશેષોને થાઈલેન્ડ મોકલવા બદલ ભારત સરકાર અને ખાસ કરીને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી શકે તે માટે ચોથી ધમ્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા અંતર્ગત પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે વડનગર, દેવની મોરી અને વડોદરાની મુલાકાત લીધી હતી. યાત્રાના પ્રતિનિધિઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વતન ભૂમિ વડનગરની મોનેસ્ટ્રી અને પ્રેરણા સ્કૂલની મુલાકાત લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા.
Image
આ પ્રતિનિધિમંડળના અગ્રણી ડો. સુપચાઈ વીરપુચોંગે CM ભૂપેન્દ્ર પટેલ  સાથેની વાતચીતમાં કહ્યું કે, આ ઐતિહાસિક યાત્રાનો ઉદ્દેશ્ય મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક, આધ્યાત્મિક જોડાણોને વધુ સંગીન બનાવવાનો છે. એટલું જ નહીં, બૌદ્ધ ધર્મના ઉપદેશોને વિશ્વભરમાં ફેલાવવા અને પર્યાવરણ પ્રત્યે જનચેતના વધારવા તેમજ શાંતિને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે યાત્રા યોજાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર વિશ્વમાં શાંતિ, સૌહાર્દ અને સદ્ભાવ આજે અને આવનારા સમયમાં પણ રહે તેવી બૌદ્ધ ધર્મની લાગણીને વાચા આપતાં પ્રતિનિધિ મંડળને સમૂહ શાંતિ પ્રાર્થનાની પ્રેરણા આપી હતી. તેને પગલે, પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સમુહ શાંતિ પ્રાર્થના કરી હતી.
Image
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2009માં ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને દલાઈ લામા આ કોન્ફરન્સમાં સહભાગી થયા હતા તે  યાદોને મુખ્યમંત્રીએ તાજી કરી હતી. તેમણે ભારત અને ગુજરાતમાં રહેલી ઐતિહાસિક અને દર્શનીય બૌદ્ધ વિરાસતથી થાઈલેન્ડના અને વિશ્વના લોકો સુપેરે પરિચિત થાય તે હેતુથી ત્યાંના ઈન્ફ્લ્યુએન્સર્સ-યુ-ટ્યુબર્સ મોટાપાયે ગુજરાત આવીને ‘પીપલ ટુ પીપલ કનેક્ટ’ થવામાં પ્રેરણારૂપ બને તેવો અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રવાસ નિગમ અને બોધગયા વિજાલય-980 સંસ્થા વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં બૌદ્ધ મૂર્ત અને અમૂર્ત વારસાના સંરક્ષણ-સંવર્ધન અને વિકાસ તેમજ ગુજરાતના બુદ્ધિસ્ટ સર્કિટના સ્થાનોના વૈશ્વિક પ્રચાર-પ્રસાર માટે પરસ્પર સહયોગ માટે આ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, પ્રવાસન સચિવ ડો. રાજેન્દ્ર કુમાર અને પ્રવાસન વિકાસ નિગમના એમ.ડી. શ્રીમતી છાક છુઆક વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ – રૂશ્વત વિરોધી દિવસ યોજાયો

આ પણ વાંચો: પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલે લીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત

આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડના ભારત સ્થિત હાઇકમિશનર પેટ્રિક રાટા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે