Viral Photo/ આંખોમાં કાજલ અને નાકમાં નથ લગાવીને જોવા મળ્યો મિલિંદ સોમન, જુઓ વાયરલ ફોટો

એક્ટર અને મોડેલ મિલિંદ સોમન આજકાલ ચર્ચામાં છવાયેલો છે. હકીકતમાં, આ બધાની શરૂઆત બીચ પર ન્યૂડ થઈને રનિંગ કરતા ફોટો શેર કરવાથી થઇ છે.

Entertainment

એક્ટર અને મોડેલ મિલિંદ સોમન આજકાલ ચર્ચામાં છવાયેલો છે. હકીકતમાં, આ બધાની શરૂઆત બીચ પર ન્યૂડ થઈને રનિંગ કરતા ફોટો શેર કરવાથી થઇ છે. મિલિંદ સોમને તેના જન્મદિવસ પ્રસંગે એક એવો ફોટો શેર કર્યો હતો કે, જે બાદ ચાહકોએ તેને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. જો કે, કેટલાક સેલેબ્સે તેને સમર્થન આપ્યું હતું અને કેટલાકએ આ ફોટા પર નારાજગી વ્યક્ત કરી હતી.

હવે મિલિંદ સોમાને બીજો ફોટો શેર કર્યો છે, જેમાં તેના ચહેરાના અડધા ભાગ પર લાલ ગુલાબ છે. આંખોમાં કાજલ લગાવેલી છે અને નાકમાં નથ પહેરને જોવા મળી રહ્યો છે. ફોટો શેર કરતી વખતે મિલિંદ લખ્યું કે, “હું જાણું છું કે તે હોળી નથી, પરંતુ હું છેલ્લા કેટલાક દિવસોથી કરજતમાં હતો. મુંબઈ નજીક એક શહેર છે. અહીં મેં કેટલીક મનોરંજક વસ્તુઓ કરી. હવે આવતા સમયમાં હું વધુ શેર કરીશ, હવે ચેન્નઈ જવા રવાના થઇ રહ્યો છું. ”

https://www.instagram.com/p/CHZR_EInc1b/?utm_source=ig_web_copy_link

અભિનેત્રી પૂજા બેદીએ મિલિંદના નગ્ન ફોટા પર પ્રતિક્રિયા આપી હતી. તેણે લખ્યું કે મિલિંદ સોમનનો ફોટો અશ્લીલ નહોતો. જે લોકો આ ફોટા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે તેમના મનમાં અશ્લીલતા છવાઈ રહી છે. મિલિંદનો દોષ એ છે કે તે સારી દેખાતો અને પ્રખ્યાત છે. જો નગ્ન હોવું એ ગુનો છે, તો જેટલા નાગા બાબા છે, તેમની ધરપકડ પણ થવી જોઈએ.

https://www.instagram.com/p/CHJ5XC3HQT9/?utm_source=ig_web_copy_link

તે જ સમયે, શેખર સુમાને લખ્યું છે કે 55 વર્ષની ઉંમર અને બાળપણની પ્રવૃત્તિઓ. શેખરની ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા ચાહકોએ લખ્યું કે વય માત્ર સંખ્યા છે, દિલ યુવાન હોવું જોઈએ.