પટણા 71 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે બિહાર સરકારમાં મંત્રી બિમા ભારતીએ એક નિવેદન આપ્યું હતું, જેના કારણે લોકોમાં હસીનાં પાત્ર બની ગયા હતા. પ્રજાસત્તાક દિવસ દરમિયાન યોજાયેલા એક સમારોહમાં તેમણે કહ્યું હતું કે, દેશનું બંધારણ 1985 માં અમલમાં આવ્યું હતુ, થોડો અટવાયા બાદ, તેમણે કહ્યું કે 1955 માં દેશનું બંધારણ અમલમાં આવ્યું હતુ.
બિહાર સરકારમાં ગન્ના મંત્રી બિમા ભારતી રૂપૌલી વિધાનસભા મત વિસ્તારનાં જેડીયુનાં ધારાસભ્ય છે. રવિવારે સમસ્તીપુરનાં પટેલ મેદાનમાં આયોજિત સમારોહમાં લોકોને સંબોધન કરતાં તેમણે કહ્યું – ‘બાપુએ બંધારણનાં અમલમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આપણે તેને શ્રદ્ધાપૂર્વક યાદ કરીએ છીએ. તેમણે કહ્યું કે, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે બંધારણની રચના કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં જનતાનાં પ્રતિનિધિ બની બેઠેલા મંત્રીઓ જેઓ ઈતિહાસની આટલી સામાન્ય વાતને પણ જાણી શક્યા નથી અને તેના પર જનતા આંધળો વિશ્વાસ રાખી રહી છે કે તેઓ તેમના દુઃખ દૂર કરશે. જે મંત્રીને તે જ ખબર નથી કે આપણો દેશ ક્યારે પ્રજાસત્તાક થયો તેવા મંત્રીઓ તમારી તકલીફોને કેટલી વાંચા આપી શકે તે આ નિવેદન બાદ સમજી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
