Election/ ભાજપમાં અમદાવાદ કોર્પોરેશન માટે લઘુમતીની બાદબાકી

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે. દરમિયાન શહેરના 48 વોર્ડના 192 ઉમેદવારોની યાદીમાં ભાજપે એક પણ લઘુમતી કાર્યકરને ટિકિટ ફાળવી નથી.

Gujarat Others

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે. દરમિયાન શહેરના 48 વોર્ડનાં 192 ઉમેદવારોની યાદીમાં ભાજપે એક પણ લઘુમતી કાર્યકરને ટિકિટ ફાળવી નથી. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ લઘુમતી બહુમતી ધરાવતાં જમાલપુર – દાણીલીમડા – બહેરામપુરા – સરખેજ – મક્તમપુરા – ગોમતીપુર – દરિયાપુર કે શાહપુર  વિસ્તારમાંથી 22 લઘુમતી કાર્યકરોએ ટિકિટની માંગ કરી હતી.

પરંતુ ભાજપ દ્વારા એક પણ દાવેદારને ટિકિટ ફાળવી નથી. આ વખતે ઔવેશીની પાર્ટી પણ જ્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં ઝૂકાવશે ત્યારે બહુમતી લઘુમતી વસતી ધરાવતાં વિસ્તારમાં પણ ભાજપે લઘુમતી કાર્યકરની પસંદગી કરી નથી. ત્યારે આ વિસ્તારમાં હવે ભાજપ કયા મુદ્દા આધારિત કોર્પોરેશનની ચૂંટણીમાં જનમતને જીતશે, તે જોવાનું રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો