લેનોવોએ હાલમાં તેનો પહેલો ફોલ્ડેબલ ફોનનો વીડિયો જાહેર કર્યો છે.
આ વીડિયોમાં ફોનની સ્ક્રીનને 90 ડિગ્રી સુધી બેન્ડ થતો બતાવવામાં આવ્યો છે. લેનોવોએ આ ફોનનો શોર્ટ વીડિયો ટિઝર જાહેર કર્યુ છે. આ ઉપરાંત તેને યૂટ્યૂબ પર પણ અપલોડ કરવામાં આવ્યું છે.
વીડિયોમાં આ ફોનને એક વ્યક્તિ બેન્ડ કરતો નજર આવે છે. ફોનને 90 ડિગ્રી સુધી બેન્ડ કરી શકાય છે. અને તે સહેલાઇથી બેન્ડ પણ કરી શકાય છે.
વીડિયો પરથી લાગી રહ્યું છે કે ફોન લાંબો અને ઘણો જ પાતળો છે. જેને લીધે તેને ઘડિયાળની જેમ પણ તમે પહેરી શકો છો.
રીપોર્ટ પ્રમાણે લેનોવોનો ફોલ્ડ થતો ફોન 4.35 ઇંચ AMOLED ડિસ્પ્લેની સાથે આવશે તેમ કહેવામાં આવ્યું હતું. પરંતુ વિડીયો પરથી તેમાં કઈ સ્ક્રીન છે તે કહેવું મુશ્કેલ છે.
