અમરેલીઃ ગ્રામપંચાયતોની ચૂંટણીની મૌસમ પૂર બહારમાં ખીલી છે ત્યારે ચૂંટણી નહિ યોજી સમરસ ગ્રામ પંચાયતો પણ બની રહી છે ત્યારે અમરેલી જિલ્લાની એક એવી ગ્રામ પંચાયત છે જે સમરસ તો બની પરંતુ સંપૂર્ણ સુકાન મહિલાઓના હાથમાં સોંપ્યું છે, અમરેલી તાલુકાનું દેવરાજીયા ગામ એક આદર્શ ગામ છે જ્યાં રોડ, રસ્તાઓથી લઇ ગટર અને પાણીની કોઈ સમસ્યા જ નથી, અહીં શાળાના આચાર્ય મહિલા છે, તલાટી મહિલા છે અને હવે સરપંચ પણ એક મહિલા જ છે.
આદર્શ ગામના માપદંડોમાં ઉણૂં ઉતરતા અમરેલી તાલુકાના દેવરાજીયા ગામ શહેરોના થતા વિકાસની બરોબરી કરે છે. ગામના તમામ રસ્તાઓ પાકા છે, ફૂટપાથ છે, ગામમાં મુખ્ય ત્રણ ગેટ બનાવ્યા છે, બગીચો છે, યુવાનો માટે બેસવા ટેબલ ખુરશી છે તો વડિલો માટે જુલાની પણ વ્યવસ્થા છે. રેઈનબસેરા જેવું બેસવાનું એક આદર્શ બેસણું છે. ગામની દિવાલો પાર સુંદર મજાના ગામઠી ચિત્રો પણ શોભામાં વધારો કરે છે અને ગામની પંચાયત ઓફિસ પણ લાજવાબ છે. આવા ગામમાં અત્યાર સુધી પુરુષ જ સરપંચ પદે બેસતા હતા, પરંતુ હાલમાં જ આવેલી ચૂંટણીમાં આ ગામ સમરસ બન્યું છે. અને દેવરાજીયા ગામમાં પ્રથમ વાર જ મહિલાઓના હાથમાં સુકાન સોંપાવામાં આવ્યું છે. જો કે સંપૂર્ણ મહિલા સંચાલિત પંચાયતના સભ્યો પણ આવતા દિવસોમાં ગામના વિકાશને લઇ ભારે ઉત્સુકતા બતાવી રહ્યા છે.
અમરેલી જિલ્લાનું પ્રથમ દેવરાજીયા ગામ છે જ્યાં પ્રથમ વાર જ સંપૂર્ણ સુકાન મહિલાઓના હાથમાં છે, વિકાસથી છલોછલ દેવરાજીયા ગામ સમરસ બનાવવા માટે ગામના પૂર્વ સરપંચ અને હાલ જિલ્લા ભાજપના મહામંત્રી એવા યુવાન કૌશિક વેકરીયાના સફળ પ્રયાસો અને ગામ લોકોના સાથ સહકાર થી નાનું એવું છતાં રળિયામણું દેવરાજીયા ગામ મહિલા સુકાનીઓ થી સજ્જ બન્યું છે, જોકે આ અંગે મંતવ્ય ન્યુઝ સાથે વાત કરતા જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ કૌશિક વેકરીયા એ જણાવ્યું હતું કે પી.એમ. નરેન્દ્ર મોદીનું સપનું છે તે પચ્ચાસ ટાકા મહિલા અનામતને અમે માન આપી આ વખતે અમારા ગામનું સુકાન મહિલાઓના હાથમાં સોંપ્યું છે, અને આવતા દિવસોમાં આ મહિલાઓ ગામનો સારો એવો વિકાસ કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો…
દેવરાજીયા ગામ અંગે વાત કરતા જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે,પીએમ મોદીનું સપનું છે કે, તે પચ્ચાસ ટકા મહિલા અનામતને માન આપીને આ વખતે મહિલાઓને સુકાન સોપ્યું છે. અને આવનારા દિવસોમાં ગામનો સારો એવો વિકાસ કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
