PM મોદીના આંતક મામલે વાર-પ્રહાર
#મહારાષ્ટ્રમાં હાલ વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર તેજ ગતીથી ચાલી રહ્યો છે. PM મોદી આજે ગુરૂવારે મહારાષ્ટ્રનાં 3 અલગ અલગ વિસ્તારોની મુલાકાતે છે અને ચૂંટણી સભાને સાંબોધવાનાં છે. ત્યારે મહારાષ્ટ્રનાં આકોલામાં PM મોદી દ્વારા ફરી કાશ્મીર, 370 અને આતંકવાદ મામલે કોંગ્રેસ અને પૂર્વ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા.
PM Modi in Akola: For political gains, some are openly saying that Article 370 has nothing to do in #MaharashtraAssemblyPolls, that J&K has nothing to do with Maharashtra. I want to tell such people that J&K and its people are also sons of Maa Bharti only. #Maharashtra pic.twitter.com/wWgtAptb4B
— ANI (@ANI) October 16, 2019
અકોલામાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે, રાજકીય લાભ માટે કેટલાક ખુલ્લેઆમ કહી રહ્યા છે કે કલમ 370ને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોઈ લેવા-દેવા નથી. શું જમ્મુ-કાશ્મીરનો મહારાષ્ટ્ર સાથે કોઈ લેવાદેવા નથી. હું આવા લોકોને કહેવા માંગુ છું કે જમ્મુ અને કાશ્મીર અને ત્યાંના લોકો પણ માઁ ભારતીના જ પુત્રો છે
PM Modi in Akola: At one time, there were regular incidents of terrorism and hatred in Maharashtra. The culprits got away, and settled in different countries. India wants to ask the people who were in power then, how did all of this happen? How did they escape? #Maharashtra pic.twitter.com/zUNOsBVz0j
— ANI (@ANI) October 16, 2019
પૂર્વ સરકાર પર PM મોદી દ્રારા પ્રહારો કરીને અકોલામાંથી પૂછવામાં આવ્યું હતું કે, એક સમયે મહારાષ્ટ્રમાં નિયમિત રીતે આતંકવાદ અને નફરતયુક્ત દેશદ્રોહની ઘટનાઓ બની હતી. અને ગુનેગારો આબાદ છૂટી જતા કે ગયા છે. તે ગુનેગારો સહેલાઇથી જુદા જુદા દેશોમાં સ્થાયી પણ થઇ ગયા હતા કે છે. ભારતમાં તે સમયે સત્તામાં રહેલા લોકોને દેશ પૂછવા માંગે છે કે, આ બધું કેવી રીતે બન્યું? તેઓ કેવી રીતે છટકી ગયા?
ગુલામ નવી આઝાદનાં આતંકવાદ મામલે પલટવાર
આમ જ્યારે PM મોદી દ્વારા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને ભારતની પૂર્વ સરકારો પર આકરા પ્રહાર મહારાષ્ટ્રની ઘરતી પરથી કરવામાં આવી રહ્યા હતા ત્યારે જ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા, એક સમયના કાશ્મીરનાં મુખ્યમંત્રી અને હાલ રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીર અને આતંકવાદ પર કેન્દ્રની ભાજપ અને નરેન્દ્ર મોદી સરકારને આડે હાથ લીધી હતી.
Ghulam Nabi Azad, Congress:Terrorism got revived ever since BJP came into power at the centre because they couldn't handle the situation, they had no cue about the J&K politics except the sloganeering. In J&K, militancy is on rise because of the mishandling of affairs by BJP govt pic.twitter.com/hT1uPSTG7r
— ANI (@ANI) October 16, 2019
આઝાદ દ્વારા સીધું જ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રમાં ભાજપ સત્તામાં આવ્યું ત્યારથી જ આતંકવાદ ફરી ઉછળ્યો છે, અને તેનું કારણ એ છે કે, ભાજપ અને મોદી સરકાર પરિસ્થિતિને સંભાળી શક્યા ન હતા. ભાજપ અને મોદી સરકારને સુત્રોચ્ચાર કર્યા સિવાય જમ્મુ અને કાશ્મીરની રાજનીતિ મામવે કોઇ વિશે માલુમાત નહોતી. જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ સરકારની અણઆવડતનાં કારણે આતંકવાદમાં વધારો થયો છે. મોદી સરકારની ગેરરીતિઓ કાશ્મીરમાં આતંકવાદનાં વધારા માટે જવાબદાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
