Dwarka News/ દ્વારકાના સાત ટાપુઓ પર 500થી વધુ દબાણો દૂરઃ ઓપરેશન ડિમોલિશન ખતમ

દેવભૂમિ દ્વારકાના અલગ અલગ સાત ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે.  જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કર્યા છે.

Gujarat Top Stories Others Breaking News

Dwarka: દેવભૂમિ દ્વારકાના અલગ અલગ સાત ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે.  જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કર્યા છે.

જિલ્લાના અત્યંત સંવેદનશીલ માનવામાં આવતા કાંઠા વિસ્તારમાં વધી ગયેલા ગેરકાયદેસરના દબાણો હટાવવાનું ઓપરેશન 11મી જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવ્યું હતું તે ઓપરેશન 18મી જાન્યુઆરીના રોજ પૂરું થયું છે. આ અગાઉ 2022માં પણ અહીં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ વખતે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરીને કુલ રૂ.125 કરોડની સરકારી જમીન અતિક્રમણમાંથી મુક્ત કરવામાં આવી છે.

દ્વારકા અને ઓખા વિસ્તારમાં આઠ દિવસના આ સમયગાળામાં જુદાં-જુદાં રહેણાક મકાનો, કોમર્સિયલ તેમજ ધાર્મિક સહિત 500થી પણ વધુ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. તેમા સવા લાખ ચોરસ મીટરથી વધુ સરકારી અને ગોચર જમીનો અતિક્રમણથી મુક્ત કરાવવામાં આવી હતી. આમ લગભગ રૂ. 75 કરોડની કિંમતની જમીન પુનઃ સરકાર હસ્તક લેવામાં આવી હતી.

સમગ્ર ડિમોલિશન ઓપરેશન દરમિયાન ક્યાંય પણ કાંકરીચાળો થયો ન હતો કે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. દેવભૂમિ દ્વારકાના પોલીસ વડા નીતેશ પાંડેની રૂબરુ દેખરેખ હેઠળ બે ડીવાયએસપી અને તેમની ટીમના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કામગીરી કરવામાં આવી હતી.

આ કામગીરીમાં તમામ દબાણકર્તાઓને નિયમ મુજબ બે-બે નોટિસો તેમજ જરૂરી મુદત અને ત્યારબાદ 24 કલાકની આખરી નોટિસો પણ પાઠવવામાં આવી હતી. ડિમોલિશન પૂર્વે જે તે સ્થળે જઈ અને અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જે તે આસામીઓ પાસેથી તેઓની જગ્યા ન હોવાના કાયદેસરના આધારો અને રેકોર્ડ મંગાવવામાં આવ્યા હતા. તે ન મળતા દબાણ હટાવાયા હતા.

દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન માનવીય અભિગમ દાખવતા જે અસરગ્રસ્ત હોય તેને ચાર-પાંચ દિવસ રહેવાજમવાની વ્યવસ્થા માટે ટ્રાન્ઝિટ કેમ્પ પણ ખોલવામાં આવ્યા હતા. આ અગાઉ દ્વારકા-બેટ દ્વારકામાં 2022માં કરવામાં આવેલા ઓપરેશનમાં 50 કરોડ રૂપિયાની જમીન અતિક્રમણથી ખુલ્લી કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દ્વારકામાં મેગા ડિમોલિશન, તમામ વાહનો પર મૂકાયો પ્રતિબંધ

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન : ફરીથી દબાણો પર ફરી વળ્યું બુલડોઝર

આ પણ વાંચો: કૃષ્ણની નગરી દ્વારકામાં મેગા ડિમોલિશન, જમીન પર કબજો કરીને ગજવા-એ-હિંદ બનાવવાની હતી યોજના?