હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીના પર્વને લોકો ધામ ધૂમ થી ઉજવે છે, ભગવાન શ્રી કૃષણના જન્મને સમર્પિત આ ઉત્સવનું આયોજન પ્રાચીન કાળથી જ ભવ્ય રીતે કરવામાં આવે છે. આ વર્ષે પણ દેશભરમાં લોકોએ તેને ધામ ધૂમથી ઉજવ્યું છે. આ પ્રસંગે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ મંદિરની મુલાકાત માટે જતી હોય છે. જેમાં ખાસ કરીને કૃષણ ભગવાનના જન્મ ભૂમિ દ્વારકા તથા મથુરા-વૃંદાવન સહીત દેશમાં અનેક જગ્યાએ શ્રદ્ધાળુઓ મંદિરે જતા હોય છે.
આજે અમે પણ તમને એક એવા અનોખા કૃષણ મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છે જે દક્ષિણ ભારતમાં આવેલું છે. આ મંદિરની પાછળ એક રહસ્ય છુપાયેલું છે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. તો આ મંદિર ની અંદર જે શ્રી કૃષણ ભગવાનની મૂર્તિ મુકેલી છે તે પાતળી થતી જાય છે. તમને વિશ્વાસ નહિ આવે પણ ચાલો જાણીએ આજે આ મંદિરનું અનોખું રહસ્ય.
કેરળમાં છે તુરુવરપ્પુ શ્રી કૃષ્ણ મંદિર
ભગવાન શ્રી કૃષ્ણનું આ સુંદર મંદિર કેરળના કોટ્ટયમમાં આવેલું છે. આ સ્થળ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ દેશ અને દુનિયાના વિવિધ સ્થળોએથી અહિયાં પ્રવાસીઓ દર્શન માટે આવતા હોય છે.
મંદિરનો ઇતિહાસ અને દંતકથા
આ ચમત્કારિક અને રહસ્યમય મંદિર 1500 વર્ષ જુનું માનવામાં આવે છે. અહીયાના સ્થાનિકોનું કહેવું છે કે આ મંદિર ખુદ ભગવાન દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ મંદિર સાથે એક રસપ્રદ પૌરાણિક કથા પણ છે જેના અનુસાર પાંડવો જયારે વનવાસ ઉપર ગયા હતા તે દરમિયાન તેઓ અહિયાં જે શ્રી કૃષણની મૂર્તિ હતી તેની પૂજા અર્ચના કરતા હતા. તેઓ દીવો પ્રગટાવતા અને હતા સાથે સાથે ભગવાનને ભોગ પણ ધરાવતા હતા. આ બાદ જયારે તેઓ અહિયાથી ગયા ત્યારે તેમને મૂર્તિને અહિયાં જ છોડી દીધી હતી અને ત્યારબાદ ત્યાં રહેતા સ્થાનિકો ભવનની આ મૂર્તિ ની પૂજા કરવા લાગ્યા અને આ મંદિર થોડા જ સમયમાં ખુબ જ પ્રખ્યાત થઇ ગયું.
પતલી થઇ રહી છે મૂર્તિ
હવે વાત કરીએ કે મૂર્તિ પાતળી કેમ થઇ રહી છે તો આ પાછળ જોડાયેલ રહસ્ય મુજબ વાત એમ છે કે ભગવાનને જયારે ભૂખ લાગે છે ત્યારે જો તેમને સમયસર ભોજન નથી મળતું તો તેમની ભુખ વધી જાય છે અને સાથે સાથે તેમની મૂર્તિ પાતળી થતી જાય છે. આ મંદિરમાં ભગવાનની સવારે અને સાંજે એમ બે વખત આરતી કરવામાં આવે છે સાથે જ દિવસમાં ઓછામાં ઓછુ ૧૦ વખત પ્રસાદ ચડાવવામાં આવે છે. ભગવાનને વારંવાર અર્પણ કરવાથી તેમની ભૂખ વધી રહી છે તેવું પણ ત્યાના લોકોનું કહેવું છે.
મંદિર માત્ર 2 મિનિટ માટે બંધ થાય છે.
આ મંદિરમાં બીજી એક નવાઈ લાગે તેવી વાત એ છે કે આ મંદિર ને 24 કલાકમાં માત્ર થોડી મિનીટ માટે જ બંધ કરવામાં આવે છે. મળતી માહિતી અનુસાર જો તાળું ખોલવામાં પણ 2 મિનિટથી વધારે સમય જાય છે તો તે જાતે જ તૂટી જાય છે જેથી શ્રી કૃષણ ને સમયસર ભોજન અર્પણ કરી શકાય. આ મંદિર ભક્તોમાં ખૂબ પ્રખ્યાત છે અને તેઓ પોતાની ઈચ્છા સાથે અહીં આવે છે.
આ પણ વાંચો:OMG!/આંતરરાષ્ટ્રીય લગ્નમાં કૂતરો વિઘ્ન બન્યો,કૂતરો પાસપોર્ટ ચાવી ગયો પછી શું થયું ???
આ પણ વાંચો:Sun Doong Cave/આ છે વિશ્વની સૌથી મોટી ગુફા, જેમાં સમાઈ શકે છે 30 માળની ઇમારત
આ પણ વાંચો:ના હોય!/હવે સીધી ભગવાન સાથે કરી શકશો વાત, કંપનીએ AIની મદદથી શોધી કાઢ્યો રસ્તો
