Ahmedabad News/ અમદાવાદના વસ્ત્રાપુરમાં નબીરાએ વાહનોને અડફેટે લીધા, લોકોએ કરી બરોબરની ધોલાઈ

સૂત્રો મુજબ, ઘટનાની માહિતી મળતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

Gujarat Ahmedabad

Ahmedabad News: છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રન (Hit and Run)ના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ (Ahmedabad)ના વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારમાં હિમાલયા મોલ (Himalaya Mall) પાસે નશામાં ધૂત વાહનચાલકે અકસ્માત (Accident) સર્જી 4 થી 5 વાહનોને ટક્કર મારી દેતા લોકોમાં ભય ફેલાયો હતો.  સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં હિમાલયા મોલ પાસે નબીરા દ્વારા આતંક મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યારે એક ડ્રાઇવરે ચારથી વધુ વાહનોને ટક્કર મારી ત્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ ડ્રાઇવરને ઢોર માર માર્યાનું સામે આવ્યું છે. આ સાથે ડ્રાઇવરે પોલીસને પણ ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાદમાં પોલીસે ડ્રાઇવરને પકડી લીધો. ઘટના બાદ પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સૂત્રો મુજબ, ઘટનાની માહિતી મળતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ દરમિયાન, ગુસ્સે ભરાયેલા ટોળાએ ડ્રાઇવરને ઘેરી લઈ મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે ડ્રાઇવર વિરુદ્ધ મારામારી અને દારૂ પીને વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

થોડા દિવસો અગાઉ અમદાવાદ (Ahmedabad)માં વધુ એક હિટ એન્ડ રન (Hit and Run)ની ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે, આ અકસ્માત થલતેજ મેટ્રો બ્રિજ નીચે થયો હતો, એવું જાણવા મળ્યું છે કે ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી અને મુસાફરનું મોત થયું હતું, ત્યારબાદ ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે જઈને વધુ તપાસ કરી, 24 વર્ષીય ગૌતમ ચૌહાણનું મોત થયું છે.

તો બીજી બાજુ અમદાવાદમાં આવી જ એક ઘટના બનવા પામી હતી. શહેરના અનુપમ સિનેમા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં મોર્નિંગ વોક માટે નીકળેલા એક વૃદ્ધને કાર ચાલકે કચડી નાખ્યો હતો અને વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, હવે આ ઘટનાના CCTV સામે આવ્યા હતા અને પોલીસની સઘન તપાસ શરૂ થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ટ્રક પાછળ જીપ ઘુસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોતના CCTV આવ્યા સામે

આ પણ વાંચો:ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, 4નાં મોત

આ પણ વાંચો:ધરમપુર ખાતે અકસ્માત સર્જાતા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત