Not Set/ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીને મળ્યા 30 દિવસનાં પેરોલ

દેશનાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની શ્રીહરણને 30 દિવસનાં પેરોલ મળી ગયા છે. તે પોતાની દિકરીનાં લગ્ન માટે બહાર આવી છે. દિકરીનાં લગ્ન માટે નલિનીને મદ્રાસ હાઈકોર્ટ પાસેથી પેરોસની માંગણી કરી હતી, જેને કોર્ટે મંજૂર કરી દીધા હતા. આપને જણાવી દઇએ કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં દોષી સાબિત થયા બાદ નલિની શ્રીહરણ […]

India

દેશનાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની શ્રીહરણને 30 દિવસનાં પેરોલ મળી ગયા છે. તે પોતાની દિકરીનાં લગ્ન માટે બહાર આવી છે. દિકરીનાં લગ્ન માટે નલિનીને મદ્રાસ હાઈકોર્ટ પાસેથી પેરોસની માંગણી કરી હતી, જેને કોર્ટે મંજૂર કરી દીધા હતા. આપને જણાવી દઇએ કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં દોષી સાબિત થયા બાદ નલિની શ્રીહરણ જેલમાં આજીવન કૈદની સજા ભોગવી રહી છે.

નલિની શ્રીહરણ છેલ્લા ઘણા વર્ષોથી જેલમાં બંધ છે. ગત દિવસોમાં તેણે પોતાની દિકરી કે જે લંડનમાં રહે છે તેના લગ્ન માટે પેરોલની માંગ કરી હતી. જે અરજીને મદ્રાસ હાઈકોર્ટે સ્વીકારી લીધી હતી. જો કે તેને માત્ર 30 દિવસની જ પેરોલ મળી છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં સાત દોષીઓ પેરારીવલન, મુરુગન, નલિની, શાંતન, રવિચંદ્રન, જયકુમાર અને રોબર્ટ પાયસને આજીવન કૈદની સજા સંભળાવવામાં આવી હતી. આ દરેક 21 મે 1991થી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાનાં સંબંધમાં જેલમાં છે.

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં નલિનીને 14 જૂન 1991નાં રોજ ધરપકડ કરવામા આવી હતી. 1998માં વિશેષ કોર્ટે તેને અને 25 અન્યને પૂર્વ પીએમનાં દોષી માન્યા હતા. આપને જણાવી દઇએ કે, નલિનીનો પતિ મુરુગન પણ આ મામલામાં જેલમાં બંધ છે. વર્ષ 2000માં મહિલા આયોગનાં હસ્તક્ષેપ બાદ નલિનીની ફાંસીની સજાને આજીવન કૈદમાં ફેરવવામાં આવી હતી.

નલિનીનાં વકીલ પી.પુગાઝેંથીએ કહ્યુ કે, તે દેશની પહેલી મહિલા છે, જેણે સજા ભોગવતા 25 વર્ષ જેલમાં પૂરા કર્યા છે. આટલા લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ તે બે વખત મહિલા આયાગને પત્ર લખી ચુકી હતી. જો તમિલનાડું સરકાર બંધારણનાં પ્રાવધાનોનું પાલન કરે છે તો તે પહેલા જ રિહા થઇ ચુકી હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.