Breaking News:વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે. આ જાણકારી ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ( Donald Trump) પોસ્ટ કર્યું કે પીએમ મોદી ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની (White House) મુલાકાત લઈ શકે છે.

ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે આજે (સોમવારે) મેં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાંબી વાતચીત કરી. તેઓ આવતા મહિને, કદાચ ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવી રહ્યા છે. ભારત સાથે અમારા સારા સંબંધો છે.

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ આ પહેલા 7 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ તરત જ ટ્રમ્પ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરતા તેમને ‘અદ્ભુત વ્યક્તિ’ ગણાવ્યા અને કહ્યું કે ‘આખી દુનિયા તેમને પ્રેમ કરે છે’.

ટ્રમ્પે કહ્યું હતું કે ભારત એક શાનદાર દેશ છે અને તેઓ પીએમ મોદી અને ભારતને સાચા મિત્રો માને છે. તેમણે કહ્યું કે બંને નેતાઓ વિશ્વ શાંતિ માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે.

આ વાતચીત બાદ પીએમ મોદીએ પોસ્ટ કરીને કહ્યું કે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો. બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
Delighted to speak with my dear friend President @realDonaldTrump @POTUS. Congratulated him on his historic second term. We are committed to a mutually beneficial and trusted partnership. We will work together for the welfare of our people and towards global peace, prosperity,…
— Narendra Modi (@narendramodi) January 27, 2025
અમે પરસ્પર ફાયદાકારક અને લાંબા ગાળાની ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. અમે અમારા લોકોના કલ્યાણ તેમજ વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું.
આ પણ વાંચો:હું ઈચ્છું છું કે ફક્ત ખૂબ સક્ષમ લોકો જ આપણા દેશમાં આવે: રાષ્ટ્રપતિ ટ્રમ્પ
આ પણ વાંચો:ટ્રમ્પે નાગરિકત્વનો જન્મજાત અધિકાર સમાપ્ત કરતાં ભારતીયોમાં અધૂરા મહિને બાળકને જન્મ આપવા લાગી રેસ
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યો ઝાટકો! જન્મજાત નાગરિકતા મર્યાદિત કરવાના સરકારના આદેશ પર રોક
