ઉનાળા દરમ્યાન નર્મદા કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહિ મળે તેવું સ્પષ્ટ શબ્દોમાં મુખ્ય સચિવ જે એન સિંઘે મીડિયામાં કહ્યું હતું. રાજ્ય સરકાર ની પ્રાથમિકતા પીવાના પાણીની છે.
ઉનાળા દરમ્યાન રાજયમાં પીવાના પાણી માટે કોઈ તકલીફ નહીં થાય. રાજયમાં ખેડૂતોને અન્ય સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે અપીલ કરાઈ છે. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ઉનાળા દરમ્યાન નર્મદાનું પાણી કૃષિમાં આપવામાં આવતું નથી.રાજયમાં ખેડૂતો દ્વારા અને અધિકૃત રીતે પાણી લેવામાં આવતું હોય છે.
જોકે સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજી મહત્વની વાતએ છે કે રાજય સરકાર દ્વારા સરદાર સરોવર રીઝવોયર રેગ્યુલેશન કમિટીમાં પણગુજરાત ને 1 મિલિયન પાણી નર્મદાનું આપવા માટે રજૂઆત કરી છે.
જોકે એ બાબતે 10 ફેબ્રુઆરીના રોજ મળનાર બેઠકમાં નિર્ણય થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ માં ઓછો વરસાદ પડવા ને લીધે આ વખતે આ સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા નદીમાં વાપરવા લાયક જથ્થો 14.66 MAF અંદાજવામાં આવ્યો હતો.
અત્યારે જાન્યુઆરી માસ માં 4.71 MAF પાણી નો જથ્થો હતો. ત્યારે આ સ્થિતિ ને જોતા રાજય સરકારે રાજય માં પીવા ના પાણી નીસમસ્યા ઉભી ના થાય તે માટે નર્મદા ના પાણીનો જથ્થો રિઝર્વ રાખ્યો છે. આ ઉપરાંત મહી અને કડાણા માં રહેલ પાણી નો પણ ઉપયોગકરશે. રાજ્યના ખેડૂતોને અન્ય સ્ત્રોત નો ઉપયોગ કરવા સલાહ આપી છે.
તેમણે રાજય સરકાર સામે નર્મદાનું પાણી માત્ર ઉદ્યોગો ને જ અપાય છે તેને ફગાવતા જણાવ્યું હતું કે માત્ર। 2 મિલિયન ઉદ્યોગો ને અપાય છે. જયારે બાકી નું પાણી ગુજરાતમાં પીવા અને ખેતી માટે અપાય છે.
