નાસાએ ભારતનાં મિશન ચંદ્રયાન-2 ના ગુમ થયેલ વિક્રમ લેન્ડર વિશે મોટી માહિતી શેર કરી છે. નાસાએ કહ્યું છે કે તેણે ચંદ્રયાન-2 નાં વિક્રમ લેન્ડરની શોધી દીધુ છે. નાસાએ વિક્રમ લેન્ડરનાં લેન્ડિંગ સ્થળની તસવીરો પણ શેર કરી છે. જો કે ચંદ્ર સપાટી પર નરમ ઉતરાણ કરતી વખતે વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારે ઇસરોનું મિશન ચંદ્રયાન-2 ને મોટી નિરાશા મળી હતી, જે પછી નાસાએ તેને શોધી કાઠ્યો છે.
નાસાએ વિક્રમ લેન્ડરનાં લેન્ડ કર્યાનાં ફોટો શેર કર્યા છે. નાસાનાં મિશન લૂનર રીકાનસન્સ ઓર્બિટર કેમેરાએ લીધેલ ફોટો લીધી છે જેમા જોઇ શકાય છે કે ચંદ્રમાની સપાટી પર શું ફેરફાર થયા છે જ્યારે વિક્રમ લેન્ડરે ચંદ્ર સપાટી પર હાર્ડ લેન્ડિંગ કર્યું હતુ. નાસા દ્વારા શેર કરેલી તસવીરોમાં ગ્રીન અને બ્લૂ રંગ બતાવવામાં આવ્યો છે જે દર્શાવે છે કે વિક્રમ લેન્ડર ક્યાં તૂટીને પડી ગયુ અને તેનો કાટમાળ ક્યાં છે.
The #Chandrayaan2 Vikram lander has been found by our @NASAMoon mission, the Lunar Reconnaissance Orbiter. See the first mosaic of the impact site https://t.co/GA3JspCNuh pic.twitter.com/jaW5a63sAf
— NASA (@NASA) December 2, 2019
નાસાએ કહ્યું છે કે ગ્રીન ડોટ્સ પુષ્ટિ કરે છે કે તે વિક્રમ લેન્ડર છે. જ્યારે બ્લૂ ડોટ્સ સૂચવે છે કે લેન્ડરનાં ઉતરાણ પછી, જમીનની માટી હટી છે, જ્યાં વિક્રમ લેન્ડરે ઉતરાણ કર્યું હતું. આ સૂચવે છે કે કાટમાળની ઓળખ શનમુગા સબ્રમણ્યમ દ્વારા કરવામાં આવી છે. શનમુગા સબ્રમણ્યમે એલઆરઓસીની ટીમે આ વાતની પુષ્ટી કરી છે કે પહેલા અને બાદની તસવીરોની તુલનાનાં આધારે આ વાતની પુષ્ટી થાય છે કે વિક્રમ લેન્ડર અહી જ લેન્ડ થયુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
