Not Set/ કાનપુરમાં ઝેરીલો દારૂ પીવાથી ૧૨ લોકોના મૃત્યુ

  શનિવાર અને રવિવાર કાનપુર નગર અને કાનપુર ગામના ઘણાં લોકો માટે ઘાતક સાબિત થયો, અને ઘણાં ઘરોમાં માતમનો માહોલ છવાયો, કારણ હતું દારુ. આ લોકોએ દારૂ સરકારી દુકાનમાંથીજ ખરીદયો હતી, પરંતુ સરકારી દારૂ પણ ઘાતક નીકળી શકે છે એનો અંદાજો આ લોકોને નહતો.શનિવારે કાનપુરના સંચેડી વિસ્તારમાં ૬ લોકોના મૃત્યુ થયા હતા અને રવિવારે કાનપુરના […]

India Trending

 

શનિવાર અને રવિવાર કાનપુર નગર અને કાનપુર ગામના ઘણાં લોકો માટે ઘાતક સાબિત થયો, અને ઘણાં ઘરોમાં માતમનો માહોલ
છવાયો, કારણ હતું દારુ.

આ લોકોએ દારૂ સરકારી દુકાનમાંથીજ ખરીદયો હતી, પરંતુ સરકારી દારૂ પણ ઘાતક નીકળી શકે છે એનો અંદાજો આ
લોકોને નહતો.શનિવારે કાનપુરના સંચેડી વિસ્તારમાં ૬ લોકોના મૃત્યુ થયા હતા અને રવિવારે કાનપુરના રુરા ક્ષેત્રમાં બીજા 6 લોકોના મૃત્યુ થયા હતા.
ઘણાં લોકો ગંભીર રૂપથી બીમાર થઇ ગયા છે અને એમને કાનપુરની હેઈલટ હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલીસે અત્યારે ચાર લોકોને હિરાસતમાં લીધા છે જેમાં મુખ્ય માણસ વિનય સિંહ પણ શામેલ છે.
સરકારે મુતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને બીમાર લોકોને પચાસ હજાર રૂપિયાની આર્થીક સહાયતા આપવાની ઘોષણા કરી છે. રવિવારે હેઈલટ હોસ્પિટલ પહોચેલા ઉપ મુખ્યમંત્રી ડોક્ટર દિનેશ શર્માએ કહ્યું કે દોષિતોને છોડવામાં આવશે નહિ.

લોકલ બ્રાન્ડના દારૂનું નેટવર્ક
કાનપુર નગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અખિલેશ કુમારે કહ્યું કે આ મામલામાં વિવિધ સ્તર પર તપાસ ચાલી રહી છે, અને દોષીઓ
પર ગેંગસ્ટર એક્ટ જેવી ધારાઓની કાર્યવાહી થઇ શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે વિનય સિંહની લોકલ બ્રાન્ડના દારૂનું નેટવર્ક કાનપુર અને આજુ-બાજુના જિલ્લાઓમાં ફેલાયેલું છે.
એસએસપી કુમારનું કહેવાનું છે કે આ મામલામાં આબકારી વિભાગના કર્મચારીઓ અને પોલીસની મીલીભગતના એન્ગલથી પણ
તપાસ કરવામાં આવી રહી છે.
કાનપુર નગરના સંચેડી વિસ્તારના હેતપૂર ગામના રહેવાવાળા દીવાકારનું કેહવું છે કે હું શનિવારે સવારે ઓફીસ જઈ રહ્યો હતો. ત્યારે મે જોયું કે મારા એક પાડોશી અચાનક બીમાર થઇ ગયા છે. એમને જ્યાં સુધી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યાં સુધીમાં
બીજા ઘણા લોકો બીમાર થયા હોવાની ખબર પડી. બાદમાં જાણવામાં આવ્યું કે એ બધા લોકોએ એકજ દુકાનમાંથી દારૂ ખરીદીને
પીધો હતો.

સ્થાનિક લોકોનું માનવામાં આવે તો રુરા ક્ષેત્રના મંડોલી ગામ માં દેસી દારૂની દુકાન પરથી છેલ્લા 3-૪ દિવસ થી ગરબડ દારૂ
વેચવાની ફરિયાદો મળી રહી હતી. શુક્રવાર રાતે દારૂ પીધા પછી ઘણાં લોકોને પેટમાં બળતરા અને દર્દ પછી મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. અમુક લોકોએ તો હોસ્પિટલ પહોચતા પહેલાજ દમ તોડી દીધો હતો જયારે અમુક લોકો હોસ્પીટલમાં મૃત્યુ પામ્યા.

ઘણા જિલ્લાઓમાં વેચાય છે આવો દારૂ

કાનપુરના જીલ્લા અધિકારી સુરેન્દ્ર સિંહના જણાવ્યા મુજબ આ ઘટનાઓ જ્યાં ઘટી છે એ બંને ગામ ભલે અલગ-અલગ જિલ્લાઓમાં આવેલા છે પરંતુ તેમની વચ્ચેનું અંતર ફક્ત સાત કિલોમીટરનું છે. તેમણે જણાવ્યુકે આ લોકલ બ્રાન્ડનો દારૂ ઘણાં જિલ્લાઓમાં ખરીદવામાં આવે છે.

બેજવાબદારીના આરોપમાં કાનપુર ક્ષેત્રીય આબકારી અધિકારીને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને દુકાનદાર પર મુકદમો દર્જ
કરવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે દુકાનદાર એક પૂર્વ વિધાનસભ્ય નો નજીકનો માણસ છે, અને લાંબા સમયથી આ દુકાનનો પરવાનો એની
પાસેજ છે. કાનપુરના મંડળ આયુક્તે આ ઘટના ની મેજેસ્ટ્રીઅલ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
આ ઘટના થી ગુસ્સે ભરાયેલા લોકોએ બંને જગ્યા પર હંગામો કર્યો હતો. જયારે પકડાઈ જવાના ડરથી દુકાનદારે સેંકડો લીટર દારૂ
ખેતરોમાં ઢોળી દીધો હતો. આ વિસ્તારના લોકોનો આરોપ છે કે પોલીસ અને આબકારી વિભાગની મીલીભગતથી અવૈધ દારૂનો
કારોબાર લાંબા સમયથી થઇ રહ્યો છે.

આ વર્ષેજ જાન્યુઆરીમાં બારાબાંકીના દેવા ક્ષેત્રમાં પણ ઝેરીલો દારૂ પીવાથી ૧૨ લોકોના મૃત્યુ થયા હતા.