નવી દિલ્હી,
દેશમાં એન્જીનિયરીંગના ક્ષેત્રમાં વિધાથીઓની યોગ્યતાને લઇ ટેક મહિન્દ્રાના સીઈઓ સીપી ગુરનાનીએ એક ચોકાવનારું નિવેદન આપ્યું છે. સીપી ગુરનાનીએ જણાવ્યું, દેશના ૯૪ ટકા આઈટી ગ્રેજ્યુએટ એન્જિનિયર ભારતની મોટી IT કંપનીઓમાં નોકરી માટે યોગ્ય નથી.
ટેક મહિન્દ્રાના સીઈઓનું માનવું છે કે, મેનપાવર સ્કિલ અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન, સાઈબર સિક્યોરિટી, મશીન લર્નિંગ જેવી ટેકનોલોજીમાં પ્રવેશ કરવું ભારતની આઈટી કંપનીઓનું માટે એક પડકાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીપી ગુરનાની ટેક મહિન્દ્રામાં આગળના સ્તર માટે વિકાસની નવી યોજના બનાવી રહ્યા છે તેમજ તેઓ આ દિગ્ગજ IT કંપનીના ન્યુ જનરેશન માટે રોડ મેપ કરવામાં વ્યસ્ત છે.
સીપી ગુરનાનીએ રાજધાની દિલ્હીનું ઉદાહરણ આપતા કહ્યું, “આજે અહિયાં ૬૦ ટકા ગુણ પ્રાપ્ત કરવાવાળા વિધાથીઓ BA ઇંગ્લિશમા એડમિશન પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ તેઓ એન્જીનિયરીંગમાં જરૂરથી એડમિશન લઇ શકતા હોય છે”.
જેથી મારો મુદ્દો સરળ છે કે, શું આપડે બેરોજગારી માટે લોકોને બનાવી રહ્યા છે ?. દેશની આઈટી ઇન્ડસ્ટ્રીઝને સ્કિલની જરૂરત છે.
અમારી પાસે છે સ્કિલની ઉણપ
તેઓએ જણાવ્યું, “નાસકોમ (નેશનલ એસોસિએશન ફોર સોફ્ટવેર અને સર્વિસ કંપની) નું કહેવું છે કે, ૨૦૨૨ સુધી સાઈબર સિક્યોરિટીમાં લગભગ ૬ મિલિયન એટલે ૬૦ લાખ લોકોની આવશ્યકતા છે, પરંતુ અમારી પાસે સ્કિલની ઉણપ છે”.
મુદ્દો આ છે કે, જયારે હું રોબોટિક્સ વ્યક્તિની શોધમાં છું તો તેની જગ્યાએ મને મેનફ્રેમનો વ્યક્તિ મળે છે. જેથી આ સ્કિલનો ગેપ વધે છે, ત્યારે આ એક મોટો પડકારના સ્વરૂપમાં જોઈ શકાય છે.
માત્ર ૬ ટકા IT ગ્રેજ્યુએટને જોબ પર હાયર કરતી હોય છે ટોચની આઈટી કંપનીઓ
ટેક મહિન્દ્રાના CEOએ કહ્યું, “ટેક મહિન્દ્રા આવશો તો તમે જોઈ શકો છો કે હું એ પાંચ એકર જમીનમાં કંપની અને લર્નિંગ સેન્ટર બનાવ્યું છે. બીજી કંપનીઓએ પણ કર્મચારીઓ માટે સ્કિલ માટે આ પ્રકારની સુવિધાઓ ઉભી કરી છે. પરંતુ આ બધા કારણો બાદ પણ ટોચની ૧૦ IT કંપનીઓ માત્ર ૬ ટકા એન્જીનિયરીંગ વિધાથીઓને નોકરી માટે હાયર કરે છે.
