Not Set/ આશુતોષનું રાજીનામું કેજરીવાલે કર્યું નામંજૂર, કહ્યું, “આ જન્મમાં રાજીનામું નહિ કરાય સ્વીકાર”

નવી દિલ્હી, એક પત્રકારમાંથી સંન્યાસ લઇ રાજકારણમાં આવનારા આશુતોષે આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ ટ્વીટ દ્વારા પોતાના રાજીનામાં અંગેની માહિતી આપી હતી, ત્યારે હવે આ અંગે આપના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું એક નિવેદન સામે આવ્યું છે. How can we ever accept ur resignation? ना, इस जनम में तो नहीं। https://t.co/r7Y3tTcIOZ […]

India Trending

નવી દિલ્હી,

એક પત્રકારમાંથી સંન્યાસ લઇ રાજકારણમાં આવનારા આશુતોષે આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ ટ્વીટ દ્વારા પોતાના રાજીનામાં અંગેની માહિતી આપી હતી, ત્યારે હવે આ અંગે આપના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું એક નિવેદન સામે આવ્યું છે.

કેજરીવાલે આશુતોષના રાજીનામાંનો અસ્વીકાર કરતા જણાવ્યું, “આ જન્મમાં તેઓ આશુતોષનું રાજીનામું સ્વીકાર કરી શકતા નથી. તેઓએ ટ્વીટ દ્વારા કહ્યું, “અમે બધા તેઓએ ખૂબ પ્રેમ કરીએ છીએ”.

બીજી બાજુ દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાએ પણ ટ્વીટ કરતા જણાવ્યું, “આશુતોષનો નિર્ણય ખૂબ દુઃખદ છે અને અમે તેઓને મળીને વાત કરીશું”.

ટ્વીટ કરીને રાજીનામાં કરી હતી જાહેરાત

મહત્વનું છે કે, આશુતોષે પોતાના રાજીનામાં અંગે ટ્વીટ કરતા જણાવ્યું, “આમ આદમી પાર્ટી સાથે રહેલો સંબંધ સુંદર અને ક્રાંતિકારી રહ્યો, જેનો અંત આવ્યો છે. હું પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું અને PACને રાજીનામું સ્વીકારવા માટે આગ્રહ કરું છું અને આ રાજીનામું અંગત કારણોસર આપી રહ્યો છું”.

આશુતોષના નજીકના આપના એક વારિષ્ટ નેતાએ જણાવ્યું, “ભ્રષ્ટાચાર વિરુધ બનેલી પાર્ટીમાં તેઓ જે ઈરાદાથી આવ્યા હતા, જેનાથી તેઓ ભ્રમિત થઇ રહ્યા છે.

૨૦૧૪માં આશુતોષે આપ કરી હતી જોઈન્ટ

વર્ષ ૨૦૧૪માં આશુતોષ પત્રકારત્વ છોડીને રાજકારણમાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ આપ જોઈન્ટ કરી હતી. તેઓ આમ આદમી પાર્ટીના ફાઉન્ડર સભ્યોમાંથી એક હતા.

ક્યારે મતભેદો આવ્યા સામે ?

આ પહેલા તેઓ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં દિલ્હીની ચાંદની ચોકથી ચુંટણી લડી હતી, પરંતુ આ ચુંટણીમાં ભાજપના ડો. હર્ષવર્ધન સામે ૧ લાખ વોથી હારી ગયા હતા.

આમ આદમી પાર્ટીના નેતૃત્વ સાથે આશુતોષના મતભેદો ગત વર્ષે યોજાયેલી રાજ્યસભાની ચુંટણીમાં સામે આવ્યા હતા, જયારે કેજરીવાલે સુશીલ ગુપ્તા જેવા ઉદ્યોગપતિને ટિકિટ આપી હતી.