પંજાબમાં અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના બની હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પઠાનકોટથી અમૃતસરની તરફ આવી રહેલી એક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. જેમાં 50 થી વધારે લોકોના મોત નીપજ્યા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે અમૃતસરના જોડા ફાટક પાસે દશેરાની ઉજવણી ચાલી રહી હતી. જે સમયે રાવણનું પુતળાદહન થયું તે સમયે બાજુમાં આવેલાં રેલ્વે ટ્રેક પર ઉભા રહી લોકો પૂતળાં દહનનો કાર્યક્રમ જોતા હતા અને કેટલાંક લોકો મોબાઈલ દ્વારા વીડિઓ ઉતારતાં હતા ત્યારે આ હાદસો બન્યો હતો.રેલવેના પાટા પર ઉભા રહી રાવણ દહન જોતા અનેક લોકો પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન નીચે કપાઈ ગયા હતા.
#Punjab: Several feared dead as a train runs into a burning Ravan effigy in Choura Bazar near Amritsar: More details awaited pic.twitter.com/eroBrSIHqA
— ANI (@ANI) October 19, 2018
કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ચૌડા બજાર નજીક જોડા ફાટક પાસે બની છે, આ દુર્ઘટના તે સમયે બની હતી કે, જયારે ટ્રેનના ટ્રેકની બાજુમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું હતું. જેને જોવા માટે લોકો એકઠાં થયા હતા.”
#WATCH The moment when the DMU train 74943 stuck people watching Dussehra celebrations in Choura Bazar near #Amritsar (Source:Mobile footage-Unverified) pic.twitter.com/cmX0Tq2pFE
— ANI (@ANI) October 19, 2018
આ દુર્ઘટના પછી પંજાબના ચીફ મિનિસ્ટર કેપ્ટન અમરિન્દરસિંહે દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા.ચીફ મિનિસ્ટરે મૃતકોને 5 લાખના વળતરની જાહેરાત કરી હતી,જ્યારે ઇજાગ્રસ્તોને મફત સારવારની જાહેરાત કરી હતી.
Rushing to Amritsar to personally supervise relief & rescue in tragic rail accident on Dussehra in Amritsar. My govt will give Rs 5 lakh to kin of each deceased & free treatment to injured in govt & pvt hospitals. District authorities have been mobilised on war footing.
— Capt.Amarinder Singh (@capt_amarinder) October 19, 2018
