Not Set/ BJPના આ ફાયરબ્રાન્ડ નેતાએ આગામી ચુંટણી ન લડવાનો કર્યો નિર્ણય, જુઓ

નવી દિલ્હી ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ હવે આગામી ચુંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. ઉમા ભારતીએ આ નિર્ણય અંગે પોતાની ઉંમર અને સ્વાસ્થ્યનું કારણ રજુ કરતા જણાવ્યુ, “હવે હું ચુંટણી લડવાની નથી પરંતુ પાર્ટી માટે કામ કરવાનુ ચાલુ રાખીશ. હું બે વખત સાંસદ રહી ચુકી છે. તેમજ પાર્ટી […]

India

નવી દિલ્હી

ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ હવે આગામી ચુંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. ઉમા ભારતીએ આ નિર્ણય અંગે પોતાની ઉંમર અને સ્વાસ્થ્યનું કારણ રજુ કરતા જણાવ્યુ, “હવે હું ચુંટણી લડવાની નથી પરંતુ પાર્ટી માટે કામ કરવાનુ ચાલુ રાખીશ. હું બે વખત સાંસદ રહી ચુકી છે. તેમજ પાર્ટી માટે ઘણુ કામ કર્યુ છે”.

આ નિર્ણય અંગે ઉમા ભારતીએ વધુમાં જણાવ્યું, આટલી ઓછી ઉંમરમાં પણ શરીર હવે જવાબ આપવા લાગ્યુ છે. કમર અને ઘુંટણમાં દુઃખાવાના કારણે ચાલવામાં પણ તકલીફ થાય છે. તેથી હવે લોકોનુ પ્રતિનિધિત્વ કરવુ મારા માટે મુશ્કેલ છે, પરંતુ પાર્ટી માટે હું પ્રચારનુ કામ કરતી રહીશ.

રાજકારણમાં બહુચર્ચિત રામમંદિરના જમીન વિવાદ અંગે જણાવતા તેઓએ કહ્યું,  કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. જેથી હવે પરસ્પર સહમતિથી રામ મંદિરનું નિર્માણ થઈ જવુ જાઈએ.

બીજી બાજુ ભારતની વર્તમાન રાજનીતિને મોગલી છાપની રાજનીતિ ગણાવતા ઉમા ભારતીએ જણાવ્યુ હતું કે, “મોગલી નામનુ બાળક જંગલમાં જન્મ્યુ હતુ, જેને શિયાળ ઉઠાવીને લઈ ગયા હતા. હું વિચારું છું કે જો મોગલી રાજકારણમાં આવતો તો શું કરતો ? તે જ હું પણ કરું છું. ઉમા ભારતીએ જણાવ્યુ હતું કે, કોઈના અંગે ખોટી ચર્ચા શરુ થાય છે અને ત્યારબાદ તે આગળ વધતી રહે છે. મારી સાથે પણ કંઈક આવુ જ થઈ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમા ભારતી પ્રથમ વખત મધ્યપ્રદેશના ખજુરાહોથી સાંસદ તરીકે ચુંટાયા હતા જ્યારે તાજેતરમાં તેઓ ઝાંસીથી સાંસદ છે. આ ઉપરાંત તેઓ બે વખત ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.