Not Set/ રામ-રહિમ અને આસારામ બાદ વિરેન્દ્ર દેવ દીક્ષિત નામના ઢોંગીબાબાની કરતૂત સામે આવી

રામ-રહિમ અને આસારામ બાદ વધુ એક ઢોંગીબાબાની કરતૂત સામે આવી છે રોહિણીના વિજય વિહાર વિસ્તારમાં આદ્યાત્મિક વિશ્વવિદ્યાલયના નામથી આશ્રમ ચલાવનાર વિરેન્દ્ર દેવ દીક્ષિત પોતાને કૃષ્ણાવતાર તરીકે ઓળખાવતો હતો. તેણે 16000 મહિલાઓની સાથે સંબંધ બનાવવાનું લક્ષ્ય રાખ્યુ હતુ અને તે હંમેશા મહિલા શિષ્યો વચ્ચે જ રહેવાનું પસંદ કરતો હતો. તે ગોપીઓ બનાવવા માટે અનુયાયી છોકરીઓ સાથે […]

Top Stories
રામ-રહિમ અને આસારામ બાદ વિરેન્દ્ર દેવ દીક્ષિત નામના ઢોંગીબાબાની કરતૂત સામે આવી

રામ-રહિમ અને આસારામ બાદ વધુ એક ઢોંગીબાબાની કરતૂત સામે આવી છે રોહિણીના વિજય વિહાર વિસ્તારમાં આદ્યાત્મિક વિશ્વવિદ્યાલયના નામથી આશ્રમ ચલાવનાર વિરેન્દ્ર દેવ દીક્ષિત પોતાને કૃષ્ણાવતાર તરીકે ઓળખાવતો હતો.

તેણે 16000 મહિલાઓની સાથે સંબંધ બનાવવાનું લક્ષ્ય રાખ્યુ હતુ અને તે હંમેશા મહિલા શિષ્યો વચ્ચે જ રહેવાનું પસંદ કરતો હતો. તે ગોપીઓ બનાવવા માટે અનુયાયી છોકરીઓ સાથે સંબંધ બનાવવા તેમને આકર્ષિત કરતો. હાઈકોર્ટના આદેશ પર આશ્રમની તપાસ કરવા પહોંચેલી મહિલાપંચ અને પોલીસની ટીમને કેટલાક વીડિયો મળ્યા, CBIને બાબાના આશ્રમમાંથી આપત્તિજનક વસ્તુઓ પણ મળી આવી છે. જેનાથી બાબાના ખરાબ કામોનો પર્દાફાસ થયો છે.પોલીસે આશ્રમમાંથી કેટલીક યુવતીઓને સુરક્ષિત બહાર નીકાળીને બે લોકોની ધરપકડ કરી છે.

આશ્રમમાં મહિલાઓને બંધક બનાવીને યૌન શોષણના આરોપ બાદ એક એનજીઓએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટને આ કેસ ગંભીર જણાતા આજે મહિલાપંચને તપાસનો આદેશ આપ્યો હતો. કાર્યવાહી બાદ ટીમે હાઈકોર્ટને રિપોર્ટ સોંપ્યો. જજ ગીતા મિત્તલ અને સી હરિશંકરે કહ્યું કે, આ કેસ રામ-રહિમ જેવો થઈ શકે છે. સીબીઆઈ તપાસ થવી જોઈએ. કોર્ટે સીબીઆઈને આશ્રમમાં દરોડા પાડવાનો આદેશ આપ્યો છે. અગાઉ દરોડા પાડવા પહોંચેલી ટીમને અનુયાયીઓએ બંધક બનાવી દીધી હતી.

baba virendra dev રામ-રહિમ અને આસારામ બાદ વિરેન્દ્ર દેવ દીક્ષિત નામના ઢોંગીબાબાની કરતૂત સામે આવી

ટીમે તપાસ કરી તો બાબાના અશ્લીલ વીડિયો-પુસ્તકો, શક્તિવર્ધક દવાઓ સહિત કેટલીક આપત્તિજનક સામાન મળી આવ્યો હતું. વીડિયોમાં સામે આવ્યુ કે, વિરેન્દ્ર પોતાની જાતને કૃષ્ણ તરીકે ઓળખાવતો અને ગોપીઓ બનાવવા માટે અનુયાયી છોકરીઓને સંબંધ બનાવવા માટે આકર્ષિત કરતો હતો.

દિલ્હી મહિલાપંચની અધ્યક્ષ સ્વાતિ જયહિંદે જણાવ્યુ કે, મહિલાઓને નશાની દવા આપવામાં આવતી હતી. ચારમાળના આશ્રમની અંદર બોર્ડ પર લખ્યુ હતુ, તમને કોઈ પૂછે કે કેમ છો તો જણાવવુ કે સારા છીએ, ખુશ છીએ. રાતમાં યુવતીઓ અહીંયા આવન-જાવન કરતી હોય છે. તે દેહવ્યાપાર ચલાવે છે અને ઉંમરલાયક સ્ત્રીઓને આશ્રમમાંથી કાઢી મૂકવામાં આવે છે.