પોતાના કરિશ્માપૂર્ણ વ્યક્તિત્વ દ્વારા ભારતીય રાજનીતિમાં આકાશ જેવી ઊંચાઈ હાસિલ કરવાવાળા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધનથી આખો દેશ શોકાતુર છે. પૂર્વ પીએમ સાથે જોડાયેલો એક કિસ્સો એવો પણ છે જયારે દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ હોવાના આરોપમાં જેલમાં બંધ પોતાની પાર્ટીના એક સાંસદને પત્ર લખીને જામીન માટે કોશિશ કરવા તથા હિમ્મત બનાવી રાખવાની સલાહ આપી હતી.

અટલ બિહારી વાજપેયીના જીવન સાથે જોડાયેલો આ કિસ્સો વર્ષ 1996 નો છે. જયારે યુપીની ગોંડા સીટ પરથી સાંસદ બનેલા બ્રજભુષણ શરણ સિંહ જેલમાં બંધ હતા. એમને દાઉદ ઇબ્રાહિમ ના સહયોગીઓને શરણ આપવાના આરોપમાં તત્કાલીન કેન્દ્રીય મંત્રી કલ્પનાથ રાય સાથે સહઆરોપી બનવવામાં આવ્યા હતા. જોકે, બાદમાં બ્રજભુષણને સીબીઆઈ તપાસમાં ક્લીન ચિટ આપવામાં આવી હતી અને બાઇજ્જત છોડવામાં આવ્યા હતા.

એ દરમિયાન અટલ બિહારી જેલમાં બંધ બ્રજભુષણને 30 મેં 1996 ના રોજ પત્ર લખીને હિમ્મત બંધાવી હતી. પોતાના પત્રમાં અટલે લખ્યું કે પ્રિય બ્રજભુષણજી, સપ્રેમ નમસ્કાર. આપના સમાચાર મળ્યા. નવી રીતે જામીનનો પ્રયાસ કરવો પડશે. આપ હિમ્મત રાખજો. સારા દિવસો નથી રહ્યા તો ખરાબ દિવસો તો નિશ્ચિત નહિ જ રહે. આજન્મ કેદની સજા કાપનારા સાવરકરજીનું સ્મરણ કરો. વાંચો, સંગીત સાંભળો. ખુશ રહો. હું જલ્દી જ આવીશ.

જણાવી દઈએ કે બ્રજભુષણ શરણ સિંહ ગોંડા સીટ પરથી પહેલી વાર ચૂંટણી જીતીને 10મી લોકસભામાં પહોંચ્યા હતા. એ દરમિયાન જ મુંબઈમાં ફેમસ જેજે હોસ્પિટલ શૂટઆઉટ થયો હતો. બ્રજભુષણ તેમજ મઉ સીટ પરથી સાંસદ કલ્પનાથ રાય પર આરોપ લાગ્યો હતો કે એમણે હત્યાકાંડના આરોપી તથા દાઉદ ગેંગના સદસ્ય સુભાષ ઠાકુર તથા અન્યને શરણ આપ્યું હતું. તપાસમાં સીબીઆઈએ બ્રજભુષણ ને છોડી મુક્યા હતા.
