દિલ્હી
આગલું બજેટ 2018-2019માં સરકાર દેશ ભરમાં હેલ્થ અને વેલનેસ સેંટરો ખોલવા માટે 1200 કરોડ રૂપિયા આપી શકે છે. કેન્દ્રીય વિત્તમંત્રી અરુણ જેટલી 1 ફેબ્રુઆરીએ બજેટ બહાર પાડશે.
પાછલા વર્ષના બજેટમાં વિત્તમંત્રી અરુણ જેટલીએ દેશમાં લગભગ 12,500 સ્વાસ્થ્ય ઉપકેન્દ્રોને વેલનેસ સેન્ટરમાં બદલવાની ઘોષણા કરી હતી.
સરકારી સૂત્ર પ્રમાણે, એક સ્વાસ્થ્ય ઉપકેન્દ્રને વેલનેસ સેન્ટરમાં બદલવા માટે લગભગ 16લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. હાલ સ્વાસ્થ્ય ઉપકેન્દ્ર ઉપર ફક્ત પાંચ રીતે સ્વાસ્થ સેવાઓ મળી રહી છે. જેણી જગ્યાએ હેલ્થ અને વેલનેસ સેંટર બનાવવામાં આવશે. જેમાં 12 જેટલી સ્વાસ્થ ચીકીત્સાની સેવાઓ મળશે.
દેશ-ભરમાં 12,500 હેલ્થ વેલનેસ સેંટર ખોલવામાં આવશે. જેમાં બાળકોની દેખભાળ, બાળકો અને કિશોરોની ચીકીત્સા, પરિવાર નિયોજન, અને પ્રજનન સેવાઓ, સંક્રામક રોગ પ્રબધન, બાહ્ય સંક્રમણના રોગોનો ઉપચાર અને ઘરડાઓની દેખભાળ કરવામાં આવશે.
