Not Set/ આધારકાર્ડ પર ના લગાડશો લેમિનેશન થઈ શકે છે આ નુકશાન

નવી દિલ્હી જો તમે આધારકાર્ડનું કોઈ દુકાનમાં લેમિનેશન કરાવો છો કે પછી પ્લાસ્ટિક સ્માર્ટકાર્ડ તરીકે તેનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જાવો, આવુ કરાવવાથી તમારો આધારનો ક્યુઆર કોડ કામ કરવાનુ બંધ કરી શકે છે અથવા તમારી અંગત માહિતી ચોરી થઈ શકે છે. યુઆઈએડીઆઈએ આ ચેતવણી જાહેર કરી છે. તેમનું કહેવુ છે કે, આમ કરવાથી […]

India

નવી દિલ્હી

જો તમે આધારકાર્ડનું કોઈ દુકાનમાં લેમિનેશન કરાવો છો કે પછી પ્લાસ્ટિક સ્માર્ટકાર્ડ તરીકે તેનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જાવો, આવુ કરાવવાથી તમારો આધારનો ક્યુઆર કોડ કામ કરવાનુ બંધ કરી શકે છે અથવા તમારી અંગત માહિતી ચોરી થઈ શકે છે.

યુઆઈએડીઆઈએ આ ચેતવણી જાહેર કરી છે. તેમનું કહેવુ છે કે, આમ કરવાથી તમારી અંગત માહિતી તમારી મંજુરી વિના જ ત્રીજી પાર્ટી વ્યક્તિ સુધી પહોંચી શકે છે. યુઆઈએડીઆઈનું કહેવુ છે કે, આધારકાર્ડનો કોઈપણ એક ભાગ અથવા મોબાઈલ આધાર પણ માન્ય ગણવામાં આવશે. આધાર સ્માર્ટકાર્ડની પ્રિન્ટિંગ માટે ૫૦ રૂપિયાથી લઈને ૩૦૦ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જે સંપૂર્ણરીતે બિનજરુરી છે.

યુઆઈએડીએઆઈ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવાયુ છે કે પ્લાસ્ટિક અથવા પીવીસી આધાર સ્માર્ટકાર્ડ બિનજરુરી છે તેના કારણે ક્યુઆર રિસ્પોન્સ કોડ કામ કરવાનુ બંધ કરી દે છે. આધાર એજન્સી તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવાયુ છે કે, પ્લાસ્ટિક અથવા પીવીસી સ્માર્ટ આધારકાર્ડ તૈયાર કરવાથી તમારી મંજુરી વિના જ અસામાજિક તત્વો સુધી તમારી અંગત માહિતી પહોંચી જવાની શક્યતા છે.

સીઈઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યુ હતું કે, સામાન્ય કાગળ પર ડાઉનલોડ કરાયેલ આધારકાર્ડ અથવા મોબાઈલ આધારકાર્ડ માન્ય છે, તો પછી ખાલી ખોટો સ્માર્ટકાર્ડ પાછળ ખર્ચ કરવાની જરુર નથી.