દિલ્લી,
કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે બિગુલ ફૂંકી દેવામાં આવ્યું છે. રાજ્યની વિધાનસભાની કુલ ૨૨૪ બેઠકો માટે ૧૨ મેના રોજ મતદાન યોજાશે જયારે ૧૫ મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.રાજધાની દિલ્લીમાં ચૂંટણીપંચ દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આ તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ મુખ્ય ચૂંટણી કમિશ્નરની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક વિવાદ પણ ઉભો થયો છે.

ECના એલાન પહેલા ભાજપના IT હેડ દ્વારા જાહેર કરાઈ તારીખ
હકીકતમાં, મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ પી.રાવત દ્વારા કર્ણાટકની વિધાનસભા ચૂંટણી માટે જયારે તારીખોનું એલાન કર્યું ન હતું એ પહેલા જ આ તારીખો લીક થઇ હતી. ઓ પી.રાવત દ્વારા કરવામાં આવનારી ઘોષણા પહેલા ભારતીય જનતા પાર્ટીના આઈટી હેડ અમિત માલવિયા દ્વારા ૧૨ મેના રોજ મતદાન અને ૧૮ મેના રોજ મતગણતરીનું એલાન સાથે એક ટ્વીટ કર્યું હતું અને તારીખોનું એલાન કરી દીધું હતું.
Certain things may have leaked for which Election Commission will take appropriate action: Chief Election Commissioner OP Rawat on the question how BJP's IT Cell head Amit Malviya had put dates of Karnataka elections on social media pic.twitter.com/pRHTMBvOfN
— ANI (@ANI) March 27, 2018
તારીખોના લીક મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશ્નરે કરી સ્પષ્ટતા
આ મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ પત્રકારો દ્વારા આ મુદ્દો ઉઠાવવા તેઓએ સ્પષ્ટતા કરી હતી કે, આ અંગે આકરા પગલાં લેવામાં આવશે. જો કે વિવાદ વધતા અમિત માલવીયાએ આ ટ્વીટ ડિલીટ કરી દીધી હતી.
BJP becomes the ‘Super Election Commission’ as they announce poll dates for Karnataka even before the EC.
Credibility of EC is on test.
Will EC now issue notice to BJP President, Amit Shah & register an FIR against BJP IT Head for leaking EC’s confidential information? pic.twitter.com/i3vU2iJpjH— Randeep Singh Surjewala (@rssurjewala) March 27, 2018
કોંગ્રેસે ભાજપને ગણાવ્યુ સુપર ઇલેકશન કમિશન
બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ બીજેપીના આ ટ્વીટ અંગે નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભાજપ પર હુમલો બોલતા bjpને “સુપર ઇલેકશન કમિશન” ગણાવ્યું હતું.
પરંતુ બીજેપી it સેલના હેડ અમિત માલવીયાનું આ ટ્વીટ સોશિયલ મીડિયામાં પણ ખૂબ ટ્રોલ થયું હતું. કેટલાક યુઝરોએ આ ટ્વીટ અંગે ચૂંટણીપંચની સ્વતંત્ર કાર્યવાહી સામે પણ સવાલો ઉભા કર્યા હતા.
Is there any doubt on the independence of the Election Commission now?
If BJP IT Cell and BJP owned channels make ECsanniuncements before them is it not clear who is Calli g the shots. #RIPDemocracy
— Preeti Sharma Menon (@PreetiSMenon) March 27, 2018
https://twitter.com/ShaliniNair13/status/978511841419845632
Bizarre: BJP's IT Cell head @malviyamit announces the dates of Karnataka elections even before the Election Commission? At least let the EC be relevant & functional on this one? pic.twitter.com/swvRGoiXwb
— Gaurav Pandhi (@GauravPandhi) March 27, 2018
ચૂંટણીપંચ દ્વારા જણાવ્યા મુજબ, કર્ણાટક રાજ્યમાં કુલ ૪ કરોડ ૯૬ લાખ વોટરો છે. ૯૭ ટકા મતદારો માટે પોતાના ફોટો આઈડી જાહેર કરવામાં આવી ચુક્યા છે તેમજ આ વિધાનસભાની ચૂંટણી માટે કુલ ૫૬ હજાર પોલીંગ બૂથ બનાવવામાં આવ્યા છે.
ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાના મુખ્ય ચૂંટણી અધિકારી ઓમપ્રકાશ રાવતે જણાવ્યું હતું કે, આ વખતની કર્ણાટકની ચૂંટણી દરમિયાન ચૂંટણીમાં કરાતા ખર્ચ ઉપર તેમજ રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીના એક ઉમેદવાર ૨૮ લાખ રૂપિયા વધુ ખર્ચ કરી શકશે નહીં.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટકની કું જનસંખ્યામાં ૭૨ ટકા લોકો મતદાતા છે. ચૂંટણીની તારીખનું એલાન થયાની સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્યાં સુધી ચૂંટણીની પ્રક્રિયા સમાપ્ત ન થઇ જાય ત્યાં સુધી રાતના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
કર્ણાટક વિધાનસભાની કુલ ૨૨૫ માંથી ૨૨૪ સીટો પર ચૂંટણી યોજાવાની છે જયારે એક સીટ એંગ્લો-ઇન્ડિયન સમુદાયના લોકો માટે બિનહરીફ હોય છે. બીજી બાજુ કર્ણાટકની ચૂંટણી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે ખૂબ અગત્યની માનવામાં આવી રહી છે. ચૂંટણીના પ્રચાર અને પ્રસાર માટે રાજ્યની તમામ પાર્ટીઓ અત્યારથી જ લાગી ગઈ છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાના નેતૃત્વમાં કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા માટે એડી ચોટીનું જોર અજમાવી રહી છે. જયારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાને સીએમનો ખેસ પહેરાવ્યા બાદ બીજેપી પણ આ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. આ ઉપરાંત જેડીએસ બસપા સાથે ગઠબંધન કરીને આ ચૂંટણીના મેદાનમાં ઉતરી છે.
