નવી દિલ્હી,
પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝનું ૮૮ વર્ષની વયે નિધન થઇ ગયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી સ્વાઈન ફ્લૂ નામની બીમારીથી પીડિત હતા અને મંગળવારે મેક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
Former Defence Minister George Fernandes passes away at the age of 88 (File pic) pic.twitter.com/Iu5L1XJAOO
— ANI (@ANI) January 29, 2019
જ્યોર્જ ફર્નાન્ડીઝની ગણના દેશના એક પ્રખર રાજનેતા તરીકે થાય છે અને તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન રક્ષા, ઉદ્યોગ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ઉપરાંત તેઓ ૯ વાર લોકસભાના સાંસદ પણ રહ્યા હતા.
NDAની અટલ બિહારી બાજપાઈની સરકારમાં તેઓને વર્ષ ૧૯૯૮ તથી ૨૦૦૪ વચ્ચે રક્ષા મંત્રાલયનો કાર્યભાર આપવામાં આવ્યો હતો અને આ દરમિયાન જ ૧૯૯૯માં કારગિલનું યુદ્ધ થયું હતું.
બીજી બાજુ જ્યોર્જ ફર્નાન્ડીઝના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિતના આનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
PM Modi tweets,George Sahab represented the best of India’s political leadership. Frank&fearless,forthright&farsighted, he made a valuable contribution to our country.He was among the most effective voices for the rights of the poor and marginalised. Saddened by his passing away. pic.twitter.com/b2RtGh7TDo
— ANI (@ANI) January 29, 2019
પીએમ મોદીએ જ્યોર્જ ફર્નાન્ડીઝના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, “તેઓ ભારતના સર્વશ્રેષ્ઠ રાજનૈતિક નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ એક સ્પષ્ટવક્તા, નિડર અને દૂરદર્શી હતા અને દેશ માટે એક મુલ્યવાન યોગદાન આપ્યું છે. તેઓ ગરીબોના અધિકારો માટે અવાજ ઉઠાવનારા લોકોમાંથી એક હતા”.
Rajnath Singh: #GeorgeFernandes ji served the nation in several capacities &held key portfolios like Defence&Railways at different times. He led many labour movements&fought against the injustice towards them. His tenure as Def Minister was outstanding.May his soul rest in peace. pic.twitter.com/ucM9S6rrpH
— ANI (@ANI) January 29, 2019
ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “આજે દેશે ભારતના સમાજવાદી આંદોલનની એક કડી ગુમાવી દીધી છે. તેઓએ પોતાનું સમગ્ર જીવન ગરીબોના કલ્યાણ અને ઉત્થાન માટે સમર્પિત કર્યું છે”.
Bihar Chief Minister Nitish Kumar: I offer my deepest condolences on passing away of former defence minister George Fernandes. He was a fiery trade union leader who fought for justice. May his soul rest in peace. My thoughts are with his family. (file pic) pic.twitter.com/wB0yx5EU0p
— ANI (@ANI) January 29, 2019
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, “તેઓ એક નીડર ટ્રેડ યુનિયનના નેતા હતા જેઓએ હંમેશાની માટે ન્યાય માટે લડત લડી હતી”.
